ગુજરાત/ સુરતના એક કાર માલિકે પસંદગીના નંબર માટે RTOને 9.85 લાખ રૂપિયા ચૂકવ્યા

સુરત આરટીઓ કચેરીના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી આકાશ પટેલ દ્વારા કારની નવી સિરીઝ RV ખુલ્લી મુકવામાં આવી હતી.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

લોકો જ્યારે વાહનની ખરીદી કરતા હોય છે ત્યારે તેમની એક અપેક્ષા હોય છે કે, પોતાના વાહનમાં પોતાનો મંદપસંદ અથવા તો લકી નંબર નંબર પ્લેટમાં આવે. આ જ કારણે લોકો વાહનના વીઆઈપી નંબર માટે લાખો રૂપિયા પણ RTOને ચૂકવતા હોય છે. ત્યારે સુરતમાં એકે કાર માલિકે bmw કારના પસંદગીના 0001 નંબર માટે આરટીઓને 9 લાખ 85 હજાર રૂપિયા ચૂકવ્યા.

સુરત આરટીઓ કચેરીના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી આકાશ પટેલ દ્વારા કારની નવી સિરીઝ RV ખુલ્લી મુકવામાં આવી હતી. આ સિરીઝ ખુલ્લી મુકતાની સાથે જ નવી સિરીઝમાં કારની પસંદગીનો નંબર લેવા માટે મોટી સંખ્યામાં લોકો દ્વારા અરજી કરવામાં આવી હતી. આ ઓકશન દરમિયાન 499 વાહન માલિકોએ તેમના વાહન નંબર મેળવ્યા હતા અને જેના થકી સુરત આરટીઓને કુલ 49.51 લાખ રૂપિયાની આવક થઈ હતી.

વીઆઇપી નંબર માટે 530 જેટલા વાહન માલિકો દ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવી હતી અને જેમાંથી 499 વાહન માલિકોને પોતાની પસંદગીના નંબરો મળ્યા હતા. જેમાં ખાસ કરીને 0001 નંબર મેળવવા માટે વાહન માલિકે 9,85 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. તો 0009 નંબર માટે વાહન માલિકે 3,50,000 અને 0099 નંબર માટે વાહન માલિકે 3,15,000  રૂપિયા ચૂકવ્યા હતા.

આ પણ વાંચો:સાયલા-ચોટીલા હાઇવે પર અકસ્માત, વૃદ્ધ દંપતીનું કરુણ મોત:પાંચ ઘાયલ

આ પણ વાંચો:રકુલ પ્રીત સિંહએ અમદાવાદમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો.

આ પણ વાંચો:ઢસા ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારની ટક્કરે એક્ટિવા સવાર માતા-પુત્રના મોત

આ પણ વાંચો:વરરાજાની ગાડીએ વરઘોડામાં આવેલા જાનૈયાને ફંગોળ્યા, જુઓ ભયંકર CCTV

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત