Morbi News/ પોલીસ-SRPના બંદોબસ્ત વચ્ચે PGVCLના દરોડા: મોરબી અને મુળીમાં વીજ કનેક્શનોની તપાસ

મોરબીના વાંકાનેર અને મુળી તાલુકામાં PGVCLની 33 ટીમોએ પોલીસ-SRPના બંદોબસ્ત સાથે વીજ કનેક્શન ચેકિંગ (PGVCL Raid Wankaner) શરૂ કર્યું. વીજચોરીની તપાસ હાથ ધરાઈ.

Gujarat Top Stories Breaking News
PGVCL Raid Wankaner: 33 ટીમો દ્વારા વીજ કનેક્શન ચેકિંગ

Morbi News: મોરબી જિલ્લાના વાંકાનેર શહેર અને મુળી તાલુકાનાં ગામડાંમાં આજે વહેલી સવારથી PGVCL દ્વારા વીજ કનેક્શનની તપાસ હાથ (PGVCL Raid Wankaner) ધરવામાં આવી છે. પોલીસ અને SRPના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 33 ટીમો રહેણાક અને કોમર્શિયલ વીજ કનેક્શન ચેક કરી રહી છે. આ કાર્યવાહીથી વીજચોરી (Electricity Theft Checking) કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

PGVCL Raid Wankaner: વાંકાનેરના અનેક વિસ્તારોમાં તપાસ

વાંકાનેરના આરોગ્યનગર, એકતાનગર અને રોયલ પાર્ક સહિતના વિસ્તારોમાં રહેણાક વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મુળી તાલુકાનાં વિવિધ ગામોમાં પણ રહેણાક અને કોમર્શિયલ વીજ કનેક્શન ચેક કરવામાં આવી રહ્યાં છે.

અન્ય જિલ્લાની ચેકિંગ સ્ક્વોડ પણ જોડાઈ

આ તપાસમાં મોરબી જિલ્લાના PGVCLના અધિકારીઓ ઉપરાંત અન્ય જિલ્લાની ચેકિંગ સ્ક્વોડના અધિકારીઓ પણ જોડાયા છે. મોટા પાયે હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન વીજચોરીના કિસ્સા મળી આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

PGVCL દ્વારા આગામી સમયમાં મોરબી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં પણ વીજ કનેક્શનની તપાસ ચાલુ રાખવામાં આવશે.


આ પણ વાંચો: જામનગર-દ્વારકામાં બે દિવસમાં 152 વીજચોરી ઝડપાઈ, PGVCLનું સઘન ચેકિંગ ચાલુ

આ પણ વાંચો: PGVCLનો વીજતાર તૂટતાં 5 ભેંસોનાં મોત, માલધારીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો

આ પણ વાંચો: ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે PGVCL કર્મચારીઓ પર હુમલો, દંપતી સામે 6થી વધુ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ