Kutch News:કચ્છના નખત્રાણામાં PGVCLનો જીવંત વીજતાર તૂટી પડતાં એકજ માલધારીની પાંચ ભેંસોનાં મોત થયાં હોવાની ઘટના સામે આવી છે.વીજતારના સંપર્કમાં આવતાં ભેંસોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને કારણે માલધારીને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વીજતારના સંપર્કમાં આવતાં ભેંસોનાં મોત
મળતી માહિતી મુજબ, PGVCLનો જીવંત વીજતાર તૂટી પડતાં તેના સંપર્કમાં આવેલી પાંચ ભેંસો(Five Buffaloes)નાં મોત થયાં હતાં. એકસાથે પાંચ ભેંસોના મોતથી માલધારી મુશ્કેલીમાં મુકાયા છે.
PGVCL દ્વારા સહાય આપવા આવે તે માગ
ઘટનાની જાણ નિરોણા ગામના સરપંચ નરોત્તમ આહીરે તંત્રને કરી હતી. સાથે જ ભેંસોનાં મોતને કારણે નુકસાન સહન કરનાર માલધારીને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત પણ તંત્ર સમક્ષ કરવામાં આવી છે.
આ પણ વાંચો: લાલકા ગામમાં પશુઓને દાટવા માટે જગ્યા નથી અને તંત્ર કહે છે જીલ્લામાં માત્ર 56 પશુના મોત ! શું છે હકીકત ?
આ પણ વાંચો: લમ્પી વાયરસના કારણે કચ્છમાં 20,000 પશુના મોતનો આક્ષેપ
