જામજોધપુર
જામજોધપુર તાલુકાના ડોકામરડાનેસમાં પોલીસે દરોડો પાડીને અલગ અલગ બ્રાન્ડની ૪૩૮ અંગ્રેજી શરાબની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે દરોડો પાડીને આરોપી પુંજા ઉર્ફે પીરો કરશન કોડિયાતરને દબોચી લીધો હતો અને અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની 438 બોટલ રૂ. 2.19 લાખ કબ્જે કરી હતી.
મકાનમાં રાખેલો દારૂનો જથ્થો જૂનાગઢના લિરબાઈપરા ખાતે રહેતા રાણા લાખા ચાવડા પાસેથી મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી, પોલીસ દ્વારા પુંજા ઉર્ફે પીરો કડીયાતર અને રાણા ચાવડા આ બંનેની સામે સામે પ્રોહી. મુજબ ફરિયાદ નોંધી હતી. પકડાયેલા શખ્સને રિમાન્ડ પર લેવા અને દારૂ મોકલનારને પકડી પાડવા અને વધુ કાયર્વાહી હાથ ધરાઈ છે.
જામજોધપુરના પીએસઆઇ જયદીપસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે મકાનમાં રાખેલો દારૂનો જથ્થો જૂનાગઢના લિરબાઈપરા ખાતે રહેતા રાણા લાખા ચાવડા પાસેથી મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે દરોડો પાડીને અલગ અલગ બ્રાન્ડની ૪૩૮ અંગ્રેજી શરાબની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
