Gandhinagar/ CM ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જીલ્લાઓની મુલાકાત લેશે

મુખ્યમંત્રી ખંભાળિયાથી જામનગર પરત આવીને મોડી સાંજે વડોદરા પહોંચવાના છે તથા વડોદરા શહેર અને જિલ્લામાં હાથ ધરાઈ રહેલા રાહતકાર્યોની સમીક્ષા……..

Top Stories Gujarat

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી (Rain) અસરગ્રસ્ત એવા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે જશે. મુખ્યમંત્રી આજે ગુરુવારે બપોરે 3:30 કલાકે હવાઈ માર્ગે જામનગર પહોંચશે અને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા હાથ ધરશે.

CM Bhupendra Patel Archives - DeshGujarat | DeshGujarat

ત્યારબાદ તેઓ સાંજે 5 કલાકે હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચશે. ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 944 મિ.મી. વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવશે અને દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપશે.

Gujarat Chief Minister Bhupendra Patel conducts aerial survey of rain-hit  region in Saurashtra

મુખ્યમંત્રી ખંભાળિયાથી જામનગર પરત આવીને મોડી સાંજે વડોદરા પહોંચવાના છે તથા વડોદરા શહેર અને જિલ્લામાં હાથ ધરાઈ રહેલા રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજવાના છે. મુખ્ય સચિવ રાજકુમાર પણ આ મુલાકાતમાં મુખ્યમંત્રીની સાથે જોડાશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા 15 કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર

આ પણ વાંચો:વડોદરામાં વરસાદે મચાવ્યો કહેર, વિશ્વામિત્રી નદીના મગર વસ્તીમાં ફરવા નીકળ્યા

આ પણ વાંચો:ભારે વરસાદના માર બાદ રોગચાળાને નાથવા રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ, 35 મેડિકલ ટીમો સેવામાં