Not Set/ નરોડા: યુવતીઓની છેડતી મુદ્દે પોલીસ સ્ટેશનમાં ધમાચકડી, પોલીસે યુવતીઓ વિરુદ્ધ જ નોધ્યો કેસ

અમદાવાદ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે યુવતીઓએ ભારે હંગામો મચાવતાં અફરાતફરી મચી ગઈ હતી. નરોડા વિસાતરમાં એક જ મકાનમાં રહેતી યુવતીઓને પડોશી યુવક પરેશાન કરતો હતો. જેના કારણે તંગ આવી ગયેલી યુવતીઓએ નરોડા પોલીસને જાણ કરી હતી. જો કે ચોંકવનારી બાબત એ હતી કે જે યુવક યુવતીઓને પરેશાન કરતો હતો, તે યુવકને બદલે પોલીસે […]

Top Stories

અમદાવાદ

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે યુવતીઓએ ભારે હંગામો મચાવતાં અફરાતફરી મચી ગઈ હતી. નરોડા વિસાતરમાં એક જ મકાનમાં રહેતી યુવતીઓને પડોશી યુવક પરેશાન કરતો હતો.

જેના કારણે તંગ આવી ગયેલી યુવતીઓએ નરોડા પોલીસને જાણ કરી હતી. જો કે ચોંકવનારી બાબત એ હતી કે જે યુવક યુવતીઓને પરેશાન કરતો હતો, તે યુવકને બદલે પોલીસે યુવતીઓ જેના મકાનમાં રહેતી હતી. તે મકાનમાલિક યુવકની અટકાયત કરી હતી.

ઉપરાંત યુવતીઓને પરેશાન કરનાર શખસને પોલીસે છોડી દીધો હતો.આથી યુવતીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. રોષે ભરાયેલી યુવતીઓએ અટકાયત કરાયેલા યુવકને છોડી દેવા માટે ઘમાચકડી મચાવી દીધી હતી. યુવતીઓએ એવા આક્ષેપો કર્યા હતા કે પોલીસે તેમને ફટકાર્યા છે. યુવતીઓએ છાટકી બનીને પોલીસ સ્ટેશનમાં જ ભારે ધમાચકડી મચાવતાં ફરજ પરના પોલીસ જવાનો પણ ચોંકી ઉઠ્યા હતા.

ત્યારબાદ પોલીસે ધમાચકડી મચાવનાર યુવતીઓ સામે પણ ગુનો નોંધ્યો હતો., તે પછી યુવતીઓને પરેશાન કરનાર સામે પણ ગુનો નોંધ્યો હતો.પોલીસે સરકારી ફરજમાં રુકાવટ કરનાર યુવતીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

યુવતીઓએ ધમાચકડી મચાવી હતી તે સમયે કોઈ અજ્ઞાત વ્યક્તિએ તેના મોબાઈલ ફોનમાં વિડિયો રેકોર્ડીંગ પણ કર્યું હતું.જે વિડિયો ક્લિપીંગ વાયરલ થઈ હતી.