Anand News/ આણંદમાં બોટાદના DYSPને ઝોકું આવતા પાંચ કચડાયા, બેનાં મોત

DYSPએ અકસ્માત સર્જતા 2નાં મોત થયા છે અને 3 ઇજાગ્રસ્ત થયા છે. આમ ડીવાયએસપીના ઝોકાએ બે જણાને કાયમ માટે સૂવડાવી દીધા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Anand News:  આણંદમાં બોટાદના DYSPનેએ અકસ્માત સર્જતા પાંચ કચડાયા હતા અને તેમા બેના મોત થયા હતા. બરોડાથી આણંદ આવતા અડાસ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. સામાન્ય રીતે અકસ્માત સર્જાય ત્યાં પોલીસ પહોંચતી હોય છે, જ્યારે અહીં તો પોલીસે જ અકસ્માત સર્જયો હતો ત્યાં કોને કહેવા જવુ. આ અકસ્માતમાં બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

DYSPએ સર્જયો અકસ્માત, 2નાં મોત 3 ઇજાગ્રસ્ત
DYSPએ સર્જયો અકસ્માત, 2નાં મોત 3 ઇજાગ્રસ્ત

DYSPની ભૂલે બેનું છીનવ્યું જીવન

પોલીસે અકસ્માત ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આણંદમાં ડીવાયએસપીની બેફામ ચાલતી કારે અકસ્માત સર્જતા લોકો એકત્રિત થયા હતા. હાઈવે પર ઊભા રહીને રસ પીતા પાંચ લોકોને બેફામ ચાલતી કારે હડફેટે લીધા હતા. આ ઘટના અંગે વાસદ પોલીસે જણાવ્યું હતું કે ડીવાયએસપીને ઝોકુ આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો.

DYSPએ સર્જયો અકસ્માત, 2નાં મોત 3 ઇજાગ્રસ્ત
DYSPએ સર્જયો અકસ્માત, 2નાં મોત 3 ઇજાગ્રસ્ત

DYSPએ જ અકસ્માત સર્જવાની વાત ચર્ચાના ચકડોળે ચઢી

હવે પોલીસે અકસ્માત સર્જયો તો પોલીસે કાર્યવાહી કરવી પડે. વાસદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ સિવાય ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યું છે. DYSPએ જ અકસ્માત સર્જયો હોવાના કારણે આખી વાત ચર્ચાના ચકડોળે ચઢી છે. વાસદ પોલીસ માટે પણ પોતાના જ સહકર્મચારીને બચાવવો અઘરો થઈ પડ્યો છે.

પોલીસે સીસીટીવી ફૂટેજ શોધવા માંડયા

સ્વાભાવિક રીતે અકસ્માત સર્જનાર કોઈ બીજી વ્યક્તિ હોત તો પોલીસે તેની બરોબરની મહેમાનગતિ કરી હોત, પરંતુ હવે આ અકસ્માત સર્જનારા ડીવાયએસપી હોવાથી પોલીસ માટે પણ થોડી કપરી સ્થિતિ સર્જાઈ છે. તેમણે ડીવાયએસપીની પણ મેડિકલ ચકાસણી કરાવવી પડી રહી છે. તેની સાથે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ ખંગોળવા માંડી છે, જેથી અકસ્માત સમયની વાસ્તવિક સ્થિતિની પોલીસને ખબર પડે.


આ પણ વાંચો: આણંદ-તારાપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 શ્રમિકોના કમકમાટીભર્યા મોત

આ પણ વાંચો: આણંદના વાસદ-બોરસદ હાઈવે પર ભીષણ અકસ્માત, ટ્રક-પીકઅપ અથડાતા બેના મોત

આ પણ વાંચો: આણંદ-તારાપુર હાઇવે પર ભયાનક અકસ્માત, ત્રણના કરુણ મોત