Ahmedabad News/ અમદાવાદમાં બેફામ દાદાગીરી! તલવાર લઈને રિક્ષામાં પહોંચ્યા 4 શખ્સો, યુવકને આપી ખુલ્લી ધમકી

Ahmedabad Crime : અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં ચાર શખ્સો તલવાર લઈને કાર એસેસરીઝની દુકાન પર પહોંચતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સમગ્ર ઘટનાની પોલીસ તપાસ શરૂ થઈ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Crime:મીઠાખળીમાં તલવાર સાથે ધમકીનો વીડિયો ચર્ચામાં, પોલીસ એક્શનમાં

Ahmedabad News: અમદાવાદ શહેરના મીઠાખળી વિસ્તારમાં અસામાજિક તત્વો (Ahmedabad Crime )ની બેફામ હરકતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કાર એસેસરીઝની દુકાન નજીક ચાર શખ્સો ખુલ્લેઆમ તલવાર જેવા હથિયારો સાથે પહોંચ્યા હતા અને એક યુવકને ધમકી આપ્યાનો આક્ષેપ સામે આવ્યો છે.

આ ઘટનાથી આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાહેરમાં હથિયારો સાથે ફરતા શખ્સોની હરકતને લઈને લોકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Ahmedabad Crime : પ્રમુખ મોટર્સના કર્મચારીને નિશાન બનાવાયો

પ્રાથમિક માહિતી અનુસાર, મીઠાખળી વિસ્તારમાં આવેલી પ્રમુખ મોટર્સમાં કામ કરતા એક યુવકને નિશાન બનાવી આ સમગ્ર ઘટના બની હતી. ચારેય શખ્સો રિક્ષામાં સવાર થઈ સ્થળ પર પહોંચ્યા હતા.સ્થળ પર પહોંચ્યા બાદ તેઓએ હાથમાં તલવાર જેવા હથિયારો લઈને કર્મચારીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાના કારણે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અંગત અદાવતનું કારણ હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં પોલીસને એવી માહિતી મળી રહી છે કે આ સમગ્ર મામલો અંગત અદાવત અથવા જૂના વિવાદ સાથે જોડાયેલો હોઈ શકે છે. કોઈ વ્યક્તિગત મતભેદના કારણે યુવકને નિશાન બનાવવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે, ઘટનાનું સાચું કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વેપારીઓમાં રોષ

સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ ઘટનાને ગંભીર ગણાવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જાહેરમાં હથિયારો (Ahmedabad Crime) સાથે આવી ધમકી આપવી એ ગંભીર બાબત છે અને આવા તત્વો સામે કડક પગલાં લેવાં જરૂરી છે.

CCTVના આધારે તપાસ

ઘટનાની જાણ થતાં પોલીસ હરકતમાં આવી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરીને આરોપીઓની ઓળખ અને તેમની હિલચાલ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે ફરિયાદ અને ઉપલબ્ધ પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટનાએ શહેર (Ahmedabad Crime )માં જાહેર સુરક્ષા અને અસામાજિક તત્વોની વધતી દાદાગીરી અંગે ફરી ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં જમાલપુર કાચની મસ્જિદમાં અસામાજિક તત્વોનો આતંક

આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંકઃ સરદારનગરમાં સશસ્ત્ર ગુંડાઓ ઘર પર ત્રાટક્યા

આ પણ વાંચો:અમદાવાદમાં મંદિર પરિસરમાં અસામાજિક તત્વોનો અડ્ડો?દારૂ ગાંજાની મહેફિલ