Not Set/ કોરોનાથી થયેલા મોત પર વળતર અંગે કેન્દ્ર સરકારે SC માં કહ્યુ- ન આપી શકાય 4 લાખ વળતર, જાણો શું આપ્યું કારણ

કેન્દ્ર સરકારે કોરોના મહામારીનાં કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોનાં પરિવારને વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર સોગંદનામું દાખલ કર્યું છે.

Top Stories India

કેન્દ્ર સરકારે કોરોના મહામારીનાં કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોનાં પરિવારને વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર સોગંદનામું દાખલ કર્યું છે. જેમા કેન્દ્રએ કોર્ટને કહ્યું છે કે, કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારાઓનાં પરિવારને રૂ.4 લાખનું વળતર આપી શકાય નહી. હોનારત અધિનિયમ હેઠળ વળતર ચૂકવવું માત્ર ભૂકંપ, પૂર, વગેરે જેવી કુદરતી આફતોને લાગુ પડે છે. સરકારે દલીલ કરી હતી કે જો કોઈ રોગને લીધે મૃત્યુ પર વળતર આપવામાં આવે અને બીજી પર નહીં, તો તે ખોટું હશે.

કોરોના મહામારી / આજે બે મહિનામાં સૌથી ઓછો મોતનો આંક નોંધાયો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60 હજારથી ઓછા કેસ

કેન્દ્ર સરકાર વતી, સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્યો પહેલાથી જ આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે, આવી સ્થિતિમાં, જો રાજ્ય સરકાર કોવિડ સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારોને 4 લાખનું વળતર આપે તો, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડનાં પૂરા પૈસા તેના પર જ ખર્ચ થઇ જશે અને રાજ્ય કોરોનાનાં આવનારા ખતરાને ધ્યાનમાં રાખી તૈયારી નહી કરી શકે. આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં, એવી માંગ કરવામાં આવી હતી કે કોરોના વાયરસનાં કારણે પોતાનો જીવ ગુમાવનારા અને ડેથ સર્ટિફિકેટમાં મોતનું યોગ્ય કારણ- કોવિડ જ નોંધાય, જેથી વળતર મળવામાં આસાની બની રહે. આ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કેન્દ્ર સરકારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને, કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોનાં પરિવારોને 4 લાખનું વળતર આપવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી.

ભાવ વધારો / ઘરેથી વાહન નિકાળતા પહેલા જોઇ લેજો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ, બન્નેમાં આજે પણ થઇ છે વૃદ્ધિ

જો કે, સરકારે આ સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે, કોવિડને કારણે થતા મૃત્યુનાં દરેક કેસમાં મૃત્યુનું કારણ ડેથ સર્ટિફિકેટમાં નોંધવામાં આવશે, પછી ભલે તે વ્યક્તિને પહેલેથી જ કોઈ ગંભીર બીમારી થઈ હોય. એવા કિસ્સાઓ સિવાય કે જેમાં મૃત્યુનું કારણ અન્ય છે – જેમ કે ઝેરનાં કારણે મૃત્યુ, અકસ્માત અને હાર્ટ એટેક. આવા કેસોમાં ડેથ સર્ટિફિકેટ માટે યુનિફોર્મ નીતિ અંગે પણ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો.