Not Set/ ભાજપ તમામ 8 બેઠક પર જીતની નજીક, આ 2022નું ટ્રેલર છે – CM વિજય રુપાણી

ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીઓ માટે મતગણતરીના વલણ મુજબ, ભાજપ તમામ બેઠકો પર સારી લીડ સાથે આગળ છે જ્યારે કોંગ્રેસ પાછળ છે. લીંબડી, અબડાસા, કપરાડ,

Top Stories Gujarat Others
gujarat ભાજપ તમામ 8 બેઠક પર જીતની નજીક, આ 2022નું ટ્રેલર છે - CM વિજય રુપાણી

ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીઓ માટે મતગણતરીના વલણ મુજબ, ભાજપ તમામ બેઠકો પર સારી લીડ સાથે આગળ છે જ્યારે કોંગ્રેસ પાછળ છે. લીંબડી, અબડાસા, કપરાડ, ડાંગ અને કરજણ સહિતની ઓછામાં ઓછી પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારો ઉપર અસરકારક લીડ ધરાવે છે.

ચૂંટણી પંચના આંકડા મુજબ (બપોરે 1.50), કોંગ્રેસના જયંતીલાલ પટેલ, જે શરૂઆતમાં મોરબી બેઠક પરથી આગળ હતા, તેઓ ભાજપના બ્રિજેશ મેરજાની પાછળ લગભગ 1500 મતોથી પાછળ છે. તો તે જ સમયે, સવારથી જ ભાજપ સાત બેઠકો પર આગળ છે. વલણોમાં થયેલા જંગી વધારાથી પ્રોત્સાહિત ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, ભાજપ તમામ 8 બેઠકો જીતવાની નજીક છે. અને આ આવનારી વિધાનસભાની ચૂંટણીનું આ ટ્રેલર છે.

કોણ આગળ ચાલી રહ્યું છે? પંચના આંકડા મુજબ બપોરે 1.50 વાગ્યે ભાજપના ઉમેદવાર અને પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા લિંબડીથી લગભગ 24420 મતોથી આગળ રહ્યા હતા. અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા આશરે 23074 મતોથી આગળ છે. ભાજપના જીતુ ચૌધરી કપરાડના 25,500 અને વિજય પટેલ ડાંગમાં 24782 મતોથી કોંગ્રેસના હરીફોથી આગળ ચાલી રહ્યા છે. કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ 9,900 મતોથી આગળ રહ્યા હતા. ધારી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પર ભાજપના જે.વી.કાકડીયા આગળ ચાલી રહ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાતની આઠ બેઠકોની પેટા-ચૂંટણી માટે 3 નવેમ્બરના રોજ યોજાયેલી મતદાનમાં 60.75 ટકા મતદાન યોજાયું હતું. આ આઠ બેઠકો માટે કુલ 81 ઉમેદવારો મેદાનમાં છે.

જુઓ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રુપાણીની મંતવ્ય સાથે Exclusive વાતચીત