પ્રહાર/ હાર્દિક પટેલે યોગી સરકાર પર કર્યા આકરા પ્રહાર,ચૂંટણી આવતા જ ED અને CBI એક્ટિવ થઇ જાય છે!

કંધારપુરના મેલા બાગ ખાતે યોજાયેલા કિસાન સંમેલનમાં હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

Top Stories India
HARDIK PATEL હાર્દિક પટેલે યોગી સરકાર પર કર્યા આકરા પ્રહાર,ચૂંટણી આવતા જ ED અને CBI એક્ટિવ થઇ જાય છે!

ગુજરાત  કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પ્રતાપગઢ પહોંચ્યા હતા  કંધારપુરના મેલા બાગ ખાતે યોજાયેલા કિસાન સંમેલનમાં હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે મંચ પરથી કહ્યું કે ભાજપ ધર્મ, જાતિ અને નફરતની રાજનીતિ કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં હત્યા, લૂંટ, બળાત્કાર જેવી ઘટનાઓ વધી ગઇ છે.

હાર્દિક પટેલે કહ્યું કે સરકાર બનશે તો ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. તેમણે યુપીની યોગી સચૂરકાર પર પણ આરોપ લગાવ્યો કે કોરોનાના યુગમાં ગંગાજીમાંથી મૃતદેહો મળી આવ્યા હતા. કાર્યક્રમ બાદ તેમણે ED અને CBIના દરોડા પર કહ્યું કે તેઓ ગુપ્ત રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. ચૂંટણી આવતા જ ED અને CBI સક્રિય થઈ જાય છે.

હાર્દિકે કાયદો અને વ્યવસ્થાને લઈને પણ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે મહિલાઓની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે સરકાર રોજગાર તેમજ વધતી મોંઘવારી જેવા તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. હાર્દિક પટેલ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય ટેનીને લઈને પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતો જોવા મળ્યો હતો.