World News/ Online Fraudના વૈશ્વિક અડ્ડા પર ત્રિદેશીય કાર્યવાહી, 494 ઈમારતો ધરાશાયી

Online Fraud અને ગેરકાયદે જુગાર સામે અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત કાર્યવાહી

Top Stories World
Online Fraud

World News : ચીન, મ્યાનમાર અને થાઈલેન્ડની કાયદા અમલીકરણ એજન્સીઓએ ઓનલાઈન ફ્રોડ (Online Fraud)અને ગેરકાયદે જુગાર સામે અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત કાર્યવાહી કરી છે. મ્યાનમારના મ્યાવાદી વિસ્તારમાં સ્થિત કેકે પાર્ક અને યાતાઈ ન્યૂ સિટી જેવા કુખ્યાત સાયબર ફ્રોડ ઝોનને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 494 ઈમારતો ધરાશાયી કરવામાં આવી છે અને સૈંકડો આરોપીઓને તેમના દેશોમાં પરત મોકલવામાં આવ્યા છે.

મ્યાવાદી વિસ્તારને લાંબા સમયથી ઓનલાઈન છેતરપિંડી (Online Fraud)અને ટેલિકોમ ફ્રોડનું ગઢ માનવામાં આવતું હતું. અહીંથી વિશ્વભરના નાગરિકોને, ખાસ કરીને ચીનના નાગરિકોને, ડિજિટલ માધ્યમથી છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવતા હતા. આ વિસ્તારની તુલના ભારતના ઝારખંડ રાજ્યના જામતાડા સાથે કરવામાં આવે છે, જે એક સમયે Digital Fraud માટે જાણીતું હતું.

ચીનના જાહેર સુરક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ સંયુક્ત ઓપરેશન દરમિયાન 952 ચીની નાગરિકોને શંકાસ્પદ તરીકે ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ પૂર્ણ થયા બાદ તમામને ચીન પરત મોકલવામાં આવ્યા છે. આ જાણકારી મંત્રાલયના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના WeChat એકાઉન્ટ મારફતે જાહેર કરવામાં આવી હતી.

આ કાર્યવાહી માટે ચીને ખાસ ટાસ્ક ફોર્સ મ્યાનમાર મોકલી હતી. આ ટાસ્ક ફોર્સે મ્યાનમાર અને થાઈલેન્ડના કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે મળીને મ્યાવાદી વિસ્તારમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા. ત્રણેય દેશોએ જુગાર અને ઓનલાઈન છેતરપિંડી (Online Fraud)સામે કડક કાર્યવાહી કરવા માટે સતત સંકલન રાખ્યું હતું.

ચીનના અધિકારીઓનું કહેવું છે કે, આ વિસ્તારોમાં ગેરકાયદે જુગાર સાથે ટેલિકોમ અને ઓનલાઈન છેતરપિંડી (Online Fraud)ના મોટા રેકેટ ચલાવવામાં આવતા હતા. આ રેકેટ દ્વારા વર્ષોથી હજારો ચીની નાગરિકોને લાલચ આપી કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ કારણે આ કાર્યવાહી અનિવાર્ય બની હતી.

આ વર્ષની શરૂઆતમાં જ ચીન, મ્યાનમાર અને થાઈલેન્ડે મંત્રી સ્તરે બેઠક કરીને ટેલિકોમ અને ઓનલાઈન ફ્રોડ સામે સંયુક્ત લડત માટે સમન્વય સ્થાપિત કર્યો હતો. આ સમજૂતી બાદ અનેક વખત સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’ અનુસાર, ઓક્ટોબર મહિનામાં મ્યાનમારના અધિકારીઓએ અગાઉના કરારો અનુસાર મ્યાવાદી અને આસપાસના વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી હતી.

15 ડિસેમ્બરના રોજ ત્રણેય દેશોના પોલીસદળોએ પ્રથમ વખત કેકે પાર્ક, યાતાઈ ન્યૂ સિટી અને અન્ય જુગાર-છેતરપિંડીના કેન્દ્રોમાં સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ 16 થી 19 ડિસેમ્બર દરમિયાન વિશાળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં આખા ફ્રોડ ઝોનને નષ્ટ કરી દેવામાં આવ્યા.

આ કાર્યવાહી બાદ ચીનના જિલિન અને હેનાન પ્રાંતના પોલીસ વિભાગોને ધરપકડ કરાયેલા આરોપીઓને સ્વદેશ પરત લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સંયુક્ત પ્રયાસો દ્વારા આ વર્ષે અત્યાર સુધીમાં મ્યાવાદી વિસ્તારમાંથી 7600થી વધુ ચીની નાગરિકોને ચીન પરત મોકલવામાં આવ્યા છે.

એક વરિષ્ઠ ચીની અધિકારીએ જણાવ્યું હતું કે, ટેલિકોમ અને ઓનલાઈન છેતરપિંડી (Online Fraud)માત્ર એક દેશની સમસ્યા નથી, પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે એક મોટો પડકાર છે. આ માટે ભવિષ્યમાં પણ આવા સંયુક્ત પ્રયાસો ચાલુ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: થર્ડ પાર્ટી વિમા પોલીસીમાં રોકાણને બહાને ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ, આરોપીની UPથી ધરપકડ

આ પણ વાંચો: તમારી સાથે પણ આ રીતે થઈ છે ઓનલાઈન છેતરપિંડી! આરોપીઓ 7 કરોડના ફ્રોડને આપી ચૂક્યા છે અંજામ

આ પણ વાંચો: ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓમાં જામનગર સાયબર ક્રાઈમ અને એસ.ઓ.જી.ને મળી મોટી સફળતા