Vapi News/ વાપીના પાંજરાપોળમાં 15 પશુઓના મોતને લઈ વિવાદ

વાપીના રાતા પાંજરાપોળમાં 15 પશુઓના મોતને લઈને વિવાદ સર્જાયો છે. એકસાથે 15 ગાયોનું મોત થવાથી વાપીનું પાંજરાપોળ પણ વિવાદમાં આવી ગયું છે. આના પગલે સ્થાનિક વહીવટીતંત્રમાં પણ હડકંપ મચી ગયો છે.

Gujarat Others Breaking News

Vapi News: વાપીના રાતા પાંજરાપોળમાં 15 પશુઓના મોતને લઈને વિવાદ સર્જાયો છે. એકસાથે 15 ગાયોનું મોત થવાથી વાપીનું પાંજરાપોળ પણ વિવાદમાં આવી ગયું છે. આના પગલે સ્થાનિક વહીવટીતંત્રમાં પણ હડકંપ મચી ગયો છે.

પાંજરાપોળમાં એક ચોક્કસ જગ્યાએ 15 થી વધુ મૃત ગાયોના નિકાલનો વીડિયો અપલોડ કરીને એક સ્થાનિક વ્યક્તિએ વાઇરલ બાદ મામલો ગરમાયો છે. તેમના મતે, જ્યારે ગાયો મૃત્યુ પામે છે, ત્યારે તેમને ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે, જેનાથી પ્રદૂષણ થાય છે.

ઉલ્લેખનીય છે કે વાપી રાતા પાંજરાપોળમાં એક જગ્યાએ મૃત પ્રાણીઓના મૃતદેહનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને તેમને ખુલ્લામાં ફેંકવાથી પ્રદૂષણનો ભય છે, એક સ્થાનિક વ્યક્તિએ આ વીડિયો શેર કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ગાય મૃત્યુ પામે છે, ત્યારે તેને બેદરકારીપૂર્વક ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે અને કૂતરાઓ મૃતદેહ ખાઈ રહ્યા છે.

રોજબરોજ વાઇરલ થતાં વિડીયોમાં તાજેતરમાં જ વાઇરલ થયેલા વિવાદાસ્પડ વિડીયોમાં એક ટ્રેક્ટર ગાયોના મૃતદેહને લઈ જઈને ખેતરમાં ફેંકી રહ્યું છે. જેમાં ખેતરમાં બીજી ઘણી ગાયો મૃત જોવા મળે છે. આ જગ્યાએ મૃત ગાયોના ઘણા અવશેષો દેખાય છે. જોકે, ત્યાં રહેતા અન્ય સ્થાનિકો તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. ઉલ્લેખનીય છે કે, વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોરોને પકડીને વાડામાં મોકલે છે. પરંતુ એવી ચર્ચા છે કે સિસ્ટમ નિષ્ફળ રહી છે. આ બતાવે છે કે ગૌભક્તિ અલગ વસ્તુ છે છે અને ગૌમાતાની જાળવણી બીજી વસ્તુ છે. ગૌભક્તિના ઢંઢેરા પીટાય છે, પણ ગૌજાળવણી માટે કશું થતું નથી.

આ અંગે પાંજરાપોળના ટ્રસ્ટી રાજેશ શાહે જણાવ્યું હતું કે લોકોને અધૂરુ-અધૂરુ બતાવી ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ રીતે સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવી રહી છે. અમે મૃત્યુ પામેલી ગૌમાતાની સન્માનજનક રીતે અંતિમવિધિ કરીએ છીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં પાંજરાપોળ તેમજ ગૌશાળાઓના ૮૪ હજારથી વધુ ગૌવંશને રૂ. ૮૭ કરોડની નિભાવ સહાય  : પશુપાલન મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો: ગુજરાતની વધુ 33 ગૌશાળા-પાંજરાપોળને રૂપિયા 19.50 કરોડની પશુ નિભાવ સહાય ચૂકવાઇ

આ પણ વાંચો: શ્રી વિરમગામ પાંજરાપોળ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સમસ્ત મહાજન સમાજ દ્વારા જાહેર અભિવાદન