જે બાદ હવે કેવડીયાનું નામકરણ પણ એકતાનગર કરવાની કાર્યવાહી અને કામગીરી પુરજોશમાં આરંભી દેવાઈ છે. આદિવાસી નર્મદા જિલ્લાના સૌથી મહત્વના અને વિશ્વવિખ્યાત સ્થળ કેવડિયા વર્ષોથી નર્મદા ડેમ માટે જાણીતું હતું. વર્ષ 2018 માં SOU નું લોકાર્પણ થયું એટલે વિશ્વની સૌથી વિરાટ 182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમાથી કેવડિયા એકતાનું પ્રતીક બની ગયું. કવેડિયામાં SOU સાથે અન્ય 37 પ્રકલ્પોનું પણ આકર્ષણ અને દેશની પેહલી ગ્રીન સિટી જાહેર કરાતા આજે દેશ અને દુનિયામાં કેવડિયા SOU થકી એકતા અને ભારતની અખંડિતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે.
કેવડિયા હવે એકતાનગરી તરીકે પ્રચલિત થઈ ગયું છે. કેવડીયાના રેલવે સ્ટેશનનું નામકરણ એકતા નગર કરી દીધા બાદ કેવડિયાનું નામ પણ એકતાનગર કરવાની કાર્યવાહી અને કામગીરી કેન્દ્ર અને રાજ્યના આદેશો મુજબ આગળ વધી રહી છે. હાલમાં જ સરદાર સરોવર નર્મદા નિગમના MD અને એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવકુમાર ગુપ્તાએ એક પત્ર દ્વારા વવિધ વિભાગોને કેવડીયાના સ્થાને એકતાનગરના બોર્ડ અને સાઈનબોર્ડ કરવા સૂચના આપી હતી.
આ પણ વાંચો:ગુજરાત / રાજયમાં રાત્રિ કરફયુ હજી એક સપ્તાહ લંબાવ્યો , આજે નવી ગાઈડલાઈન જાહેર કરાઇ
ગુજરાત સરકારે 20 ડિસેમ્બર 2021 ના GAD ઠરાવ નંબર MIS 102021-GOI-23-GH.1 દ્વારા ગામ “કેવડિયા” નું નામ “એકતા નગર” અને “કેવડિયા રેલ્વે સ્ટેશન” નું નામ બદલીને “એકતાનગર રેલવે સ્ટેશન” કર્યું છે. જેથી વડોદરાથી ફોર-લેન રોડ પર અને રાજપીપળા વગેરેથી અન્ય એપ્રોચ રૂટ પરના વિવિધ સાઈનેજ, હોર્ડિંગ્સ વગેરેમાં આ ફેરફારનો સમાવેશ કરવા માટે સંબંધિત ક્ષેત્રીય કચેરીઓને જરૂરી નિર્દેશો જારી કરવા જણાવાયું હતું.
આ પરિપત્રને લઈને કેવડિયા વિસ્તારમાં નર્મદા નિગમ અને SOU સત્તામંડળ દ્વારા જે ઇલેક્ટ્રિક ડીઝીટલ સ્ક્રીન બોર્ડ છે તેના પર એકતા નગરમાં આપનું હાર્દિક સ્વાગત છે નું લખાણ ડિસ્પ્લે કરી દેવાયું છે. કેવડિયા SOU સત્તામંડળની મુખ્ય વહીવટી કચેરી પર પણ એકતા નગર વહીવટી સંકુલ નામ લગાવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો :રાજકોટ / કોઠારિયા રોડ અને ગોંડલ રોડને જોડતા ડાઇવર્ઝનનું કામ ઝડપથી પૂર્ણ કરવા તાકીદ
