Ahmedabad News/ ધોળકાના ધોળી ગામ પાસેની પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં ભીષણ આગ

આગ (Fire) લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી

Gujarat Ahmedabad
Fire

Ahmedabad News : ધોળકા તાલુકાના ધોળી ગામ પાસે આવેલી પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં આજે ભીષણ આગ (Fire) ની ઘટના બની હતી. કંપનીના બીજા માળે અચાનક આગ (Fire)ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આગની જાણ થતાં જ ધોળકા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ (Fire)પર કાબૂ મેળવવા માટે ચિરિપાલ કંપનીની ફાયર ફાઈટર ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. ફાયર બ્રિગેડની અનેક ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે.

હાલમાં આગને કાબૂમાં લાવવાની કામગીરી ચાલી રહી છે. આગ (Fire) લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી, જોકે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો : સુરતમાં પ્લાસ્ટિકના કારખામાં આગ : બેના મોત

આ પણ વાંચો : અમદાવાદના ચાંદખેડામાં ફ્લિપકાર્ટ વેરહાઉસમાં ભયાનક આગ, કાળા ધુમાડાના ગોટે ગોટા ઊડ્યાં

આ પણ વાંચો : ગોરવા મધુનગરમાં આગનું તાંડવ! ધુમાડાના ગોટેગોટા વચ્ચે પતરાં તોડીને આગ પર મેળવાયો કાબૂ