Navsari News/ બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા વતન પરત આવી

Navsari News : નવસારી જિલ્લાના માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. બેલારુસ (Belarus) મા કપરા સંજોગોમાં ફસાઈ ગયેલી નવસારીની વિધવા મહિલા મીના જોષી આખરે સુરક્ષિત રીતે વતન પરત ફરી છે. મીના જોષીના પરત ફરતાં જ તેમના પરિવાર સાથે ભાવુક મિલનના દ્રશ્યો સર્જાયા હતા. વિધવા મીના જોષી પોતાના ત્રણ બાળકો અને વૃદ્ધ માતાથી લાંબા સમય બાદ […]

Gujarat Others
Belarus

Navsari News : નવસારી જિલ્લાના માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. બેલારુસ (Belarus) મા કપરા સંજોગોમાં ફસાઈ ગયેલી નવસારીની વિધવા મહિલા મીના જોષી આખરે સુરક્ષિત રીતે વતન પરત ફરી છે. મીના જોષીના પરત ફરતાં જ તેમના પરિવાર સાથે ભાવુક મિલનના દ્રશ્યો સર્જાયા હતા.

વિધવા મીના જોષી પોતાના ત્રણ બાળકો અને વૃદ્ધ માતાથી લાંબા સમય બાદ મળી, ત્યારે સૌની આંખો ભીની થઈ ગઈ હતી. પરિવારજનોએ જણાવ્યું કે, અનેક દિવસોથી ચિંતા અને ભયના માહોલમાં જીવવું પડી રહ્યું હતું, પરંતુ આજે મીના પરત ફરતા જાણે પરિવારને નવું જીવન મળ્યું છે.

મીના જોષીએ બેલારુસ (Belarus)માં વિતાવેલા કપરા દિવસોની આપવીતી પણ સંભળાવી. તેમણે જણાવ્યું કે, વિદેશ જવા માટે જે એજન્ટનો સંપર્ક કર્યો હતો, તેના કારણે જ તેઓ મુશ્કેલીમાં ફસાઈ ગયા. એજન્ટે સારી નોકરી અને સુવિધાઓનું લાલચ આપીને બેલારુસ મોકલ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ વાસ્તવિકતા અલગ જ નીકળી.

બેલારુસ (Belarus)માં એકલી મહિલાએ અનેક તકલીફોનો સામનો કર્યો હતો. ખોરાક,રહેઠાણ અને સુરક્ષા અંગે સતત સંઘર્ષ કરવો પડ્યો હોવાનું મીના જોષીએ જણાવ્યું. કપરા સંજોગોમાં હિંમત રાખીને તેમણે પોતાનો રસ્તો કાઢ્યો અને અંતે ભારત પરત ફરવામાં સફળતા મેળવી.

મીના જોષીએ વધુમાં જણાવ્યું કે, વિદેશ જવા માટે તેમણે દેવું કરીને એજન્ટને મોટી રકમ ચૂકવી હતી. હવે તેઓ સરકાર અને તંત્ર પાસે માંગ કરી રહી છે કે, એજન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને ચૂકવેલા રૂપિયા પરત અપાવવામાં મદદ કરવામાં આવે.

આ સમગ્ર ઘટનાએ ફરી એક વખત વિદેશમાં નોકરીના નામે થતા છેતરપિંડીના કેસો સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે જોવાનું રહેશે કે, પ્રશાસન અને સંબંધિત વિભાગો મીના જોષીને ન્યાય અપાવવા માટે શું પગલાં લે છે.


આ પણ વાંચો: વિદેશ નોકરી કૌભાંડ: વડોદરાના એજન્ટ પર આરોપ, ગુજરાતી મહિલા બેલારૂસમાં અટવાઈ

આ પણ વાંચો:કડીમાં કબૂતરબાજ એજન્ટોનું કારનામું! લંડન જવાને 15 કરોડના ટ્રાન્જેક્શનની ધુમ

આ પણ વાંચો:ગુજરાત સાયબર સેન્ટરની મેગા બસ્ટ, પાકિસ્તાની ગેંગ સાથે જોડાયેલા 3 એજન્ટ ઝડપાયા!