Rajkot/ ટ્રેન હેઠળ કપાઈ જતા યુવાનનું કમકમાટીભર્યુ મોત, પોલીસ તપાસના ચક્રો ગતિમાન

રાજકોટ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આગળ જતાં રેલવે ટ્રેક પર એક અજાણ્યા યુવાન ટ્રેન હેઠળ કપાયા હતા તેનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. યુવાનના શરીરના ટુકડા ટુકડા થતાં અરેરાટી ફેલાઇ જવા

Gujarat
1

રાજકોટ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આગળ જતાં રેલવે ટ્રેક પર એક અજાણ્યા યુવાન ટ્રેન હેઠળ કપાયા હતા તેનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. યુવાનના શરીરના ટુકડા ટુકડા થતાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી. યુવાનો એક હાથ કપાઈ અને પાટાની બહાર ફેંકાઇ ગયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને યુવાનના શરીરના જુદા પડેલા અંગો એકત્ર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધારે તપાસ હાથ ધરી હતી.

Corona Vaccine / કેન્દ્ર એ SII ને આપ્યો કોવિશિલ્ડ વેક્સિનનો ઓર્ડર, એક ડોઝની ક…

આ અંગે પોલીસ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક યુવાનની ઉંમર 35 વર્ષ આસપાસ હોવાનું જાણવા મળ્યું છે.તેમજ પોલીસે યુવાનની ઓળખ મેળવવા માટે વધારે તજવીજ હાથ ધરી હતી ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. હાલમાં આજીડેમ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.તેમજ યુવાને આપઘાત કર્યો છે કે પછી અકસ્માતથી મોત થયું છે તે આ અંગે તપાસ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Budget / 1947 બાદ 73 વર્ષોમાં પહેલી વખત બજેટ છાપવામાં નહીં આવે, નાણામ…

એ બાબત ઉલ્લેખનીય છે કે રાજકોટના કુવાડવા રોડ પર થોડા દિવસ પહેલા ટ્રકે બાઇકને ટક્કર મારતા એક બિહારી યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્રોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Bollywood / ભારતીય ટીમના કેપ્ટન કોહલી બન્યા પિતા, અનુષ્કાએ આપ્યો દીકરીને…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…