Vadodara News/ ગોરવા મધુનગરમાં આગનું તાંડવ! ધુમાડાના ગોટેગોટા વચ્ચે પતરાં તોડીને આગ પર મેળવાયો કાબૂ

Vadodaraના ગોરવા મધુનગર વિસ્તારમાં ‘પ્રકૃતિ ઇન્ફોકેમ’ બેટરી ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી. 5 ફાયર સ્ટેશનની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સાવચેતીના ભાગરૂપે નજીકની સોસાયટી ખાલી કરાવાઈ હતી.

Gujarat Vadodara Trending
Vadodara

Vadodara Gorwa Battery Godown Fire: સંસ્કારી નગરી વડોદરાના ગોરવા વિસ્તારમાં આજે એકાએક આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. મધુનગર પાસે આવેલા કાર અને બાઈકની બેટરીના ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉંચે સુધી દેખાતા હતા, જેના કારણે સાવચેતીના ભાગરૂપે નજીકની રહેણાંક સોસાયટીઓને ખાલી કરાવવાની નોબત આવી હતી.

બેટરી અને પેપરના જથ્થાએ આગમાં ઘી હોમ્યું

Vadodaraના ગોરવા મધુનગર પાસે ‘પ્રકૃતિ ઇન્ફોકેમ’ નામનું ગોડાઉન આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં બેટરી, પેપર્સ અને અન્ય સ્ટોરેજ સામાન રાખવામાં આવ્યો હતો. આગ લાગતાની સાથે જ બેટરીઓમાં બ્લાસ્ટ અને ધુમાડો થવાને કારણે સ્થિતિ ગંભીર બની હતી. ગોડાઉનની ઉપર પતરાં હોવાથી ધુમાડો બહાર નીકળી શકતો નહોતો, જેના કારણે ફાયરના જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Vadodara

5 ફાયર સ્ટેશનની ટીમો મેદાને

આગની ગંભીરતાને જોતા વડોદરા (Vadodara) ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ટીપી-13, વડીવાડી, વાસણા, GIDC અને પાણીગેટ સહિતના 5 ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ઓફિસર જયદીપના જણાવ્યા અનુસાર, ધુમાડાનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી પતરાં તોડીને વેન્ટિલેશન કરવાની ફરજ પડી હતી અને ત્રણ પાણીની ટાંકીઓનો મારો ચલાવી લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

Vadodara

સોસાયટી ખાલી કરાવાઈ, કોઈ જાનહાનિ નહીં

આગ ગોડાઉનની બાજુમાં જ આવેલી રેસિડેન્શિયલ સોસાયટીઓ સુધી પહોંચે તેવી દહેશત હતી. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એક તરફથી લોકોને દૂર કરી સોસાયટી ખાલી કરાવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો લાખોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે.


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું , ઉત્તર ગુજરાતમાં ધુમ્મસની આગાહી