Gujarat News/ શ્રી વિરમગામ પાંજરાપોળ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સમસ્ત મહાજન સમાજ દ્વારા જાહેર અભિવાદન

            
દરેક જીવ માટે આપણે સંવેદના રાખી કાર્ય કરીશું તો પરમાત્માના આશીર્વાદ પણ મળતા રહેશે

Top Stories Gujarat

Gujarat News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ જ જીવદયાની છે. ભવગવાન મહાવીરે “અહિંસા પરમો ધર્મ” નો સંદેશ આપ્યો છે. અહિંસા એટલે ગાય માતા જ નહીં પરંતુ દરેક જીવ માટે લાગણી હોવી એ જ જીવદયા છે. દરેક જીવ માટે આપણે સંવેદના રાખી કાર્ય કરીશું તો પરમાત્માના આશીર્વાદ પણ મળતા રહેશે. તેમ શ્રી વિરમગામ ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે સમસ્ત મહાજન સમાજ દ્વારા યોજાયેલ જાહેર અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમસ્ત મહાજન સમાજને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, મહાજન સમાજ કેટલાય વર્ષોથી નિ:સ્વાર્થભાવે જીવદયાની પ્રવૃત્તિ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, આપ સૌને રાજ્ય સરકારનો સહકાર મળતો જ રહેશે કારણ આપ સૌની ભાવના ખુબ સારી છે. કોઈપણ મુશ્કેલીના સમયમાં હરહંમેશા રાજ્ય સરકાર તમારી સાથે છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આપણા વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી. પરિણામે આજે રાજ્યમાં દશ ગામ દીઠ એક પશુ દવાખાનાની વ્યવસ્થા છે. આ સરકાર દરેક જીવ માત્ર ને રક્ષણ આપવા સંકલ્પબદ્ધ હોવાનું જણાવી તેમણે કહ્યું કે, લમ્પી વાયરસ વખતે પણ સરકાર દ્વારા દવાઓ સહિત પશુઓના સારવારની બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી.તેમણે ઉમેર્યું કે, પાણીના તળ ઉંચા લાવવા માટે રાજ્યમાં “કેચ ધ રેઇન અભિયાન” હેઠળ દરેક જિલ્લામાં 75 જેટલાં તળાવો બનાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, આજે જમીન અને આપણું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની હિમાયત કરી રહ્યા છે ત્યારે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે.

મુખ્યમંત્રીએ સ્વચ્છતા પર ભાર મુકતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી છે ત્યારે સ્વચ્છતાને આપણો સ્વભાવ અને સંસ્કાર બનાવી આપણા ઘર, આંગણા અને વિસ્તારને સ્વચ્છ, સુંદર રાખીએ. તેમણે કહ્યું કે, એક વ્યક્તિ કેટલો બદલાવ લાવી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને વ્યકિતત્વ થી દેશમાં બદલાવ આવ્યો છે.આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, આજે નવી ટેક્નોલોજીના બીજદાન થકી 90 ટકા ગાયોને સારી ઓલાદની વાછરડી જ જન્મે છે એનો મહત્તમ પ્રચાર- પ્રસાર કરવા તથા તેનો લાભ લેવા પશુપાલકોને તેમણે અનુરોધ કર્યો હતો.

મંત્રીએ જણાવ્યું કે, પશુઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા પશુ આરોગ્ય મેળા સહિત અનેક પગલાં લેવામાં આવ્યા છે. પશુધનના માધ્યમથી રાજ્યનો આર્થિક વિકાસ થાય એ દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે. પશુ ધનના આરોગ્યની જાળવણી માટે રાજ્યમાં 565 એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે. ગૌ વંશના વિકાસ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર સક્રિય અને સંકલ્પબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ પાંજરાપોળને પ્રાણવાન બનાવવા તળાવની તકતીનું અનાવરણ કરીને અને વૃક્ષારોપણ કર્યું હતુ તથા એનિમલ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ.

આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય હાર્દિક પટેલ, સંતો સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ગીરીશભાઈ શાહ, અગ્રણી વર્ષાબેન દોશી, તેમજ સમસ્ત મહાજનના સભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ સાથે જીવદયા પ્રેમીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ

આ પણ વાંચો:પાકિસ્તાને શા માટે પ્લાસ્ટિક પોલિમર નોટોનો વપરાશ કરવાનું શરૂ કર્યું?

આ પણ વાંચો:ભારતીયો રોજ પેટમાં પધરાવે છે પ્લાસ્ટિક, જાણો કઈ રીતે?