અમદાવાદ,
અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા કોંગ્રેસના આગેવાન અને જાણીતા બિઝનેસમેન સુરેશ શાહની હત્યા મામલે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. મહાદેવ મંદિરમાં થયેલી સુરેશ શાહની હત્યા મામલે ક્રાઇમબ્રાન્ચ દ્વારા પ્રેસકોન્ફરન્સ યોજાઇ હતી. મળતી માહિતી મુજબ આ હત્યા કરાવવા રાજેન્દ્વ શેખવાએ 50 લાખની સોપારી આપી હતી. ત્યારે શેખવા ભારતમાં જ છે તેવી આશંકાઓ સેવાઇ રહી છે. ત્યારે સુરેશ શાહની હત્યા કરાવવા માટે 15 લાખના રૂપિયાનો એડવાન્સ આપવામાં આવ્યો હતો.
એલમખાન મલેક અને રફીક સુમરા. આ બન્ને શખ્સો મુળ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને રફીક છેલ્લા થોડાક દિવસોથી અમદાવાદમાં રહે છે. સુરેશ શાહની હત્યા માટે આરોપી રાજુ શેખવા એલમખાનને મળવા ગયો હતો અને જ્યાં એલમખાને રફીકને પણ બોલાવ્યો હતો.
મહત્વનુ છે કે આરોપી એલમખાન અને રાજુ શેખવા મિત્રો છે. બન્ને આરોપીઓ સુરેશ ભાઈની હત્યા માટે 50 લાખની સોપારી લીધી હતી અને તે દરમ્યાન આરોપીઓ રાજુ શેખવાએ રફીકને સુરેશ શાહનો ફોટો પણ બતાવ્યો હતો. રાજુ શેખવાએ રફીકને મુસાફરી પેટે પહેલા 30 હજાર રુપિયા આપ્યા હતા અને ત્યાર બાદ રફીકે, રાજુ શેખવા અને એલમખાન ત્રણેય કારમાં રેકી શરુ કરી હતી અને જે મંદિરમાં હત્યા થઈ તે મંદિરથી લઈ ઘર સુધી રેકી કરી નાખી હતી. રાજુ શેખવાએ સોપારીના એડવાન્સ પેટે 15 લાખ બન્ને આરોપીઓને આપી દીધા હતા.

રાજુ શેખવાએ બે દેશી તમંચા અને બે પિસ્તોલ કારતુસ સાથે રફીકને આપી દીધા હતા પરંતુ રાજુ શેખવાને શંકા હતી કે પોલીસ પકડીનાલે જેથી તેને બે ટીમો બનાવી અને આ બન્ને આરોપીઓને માત્ર રેકી કરવા માટે સિમિત રાખ્યો અને હત્યા માટે અન્ય આરોપીની મદદ લેવામાં આવી
પોલીસને શંકા છે કે આ હત્યામાં આ સિવાય બીજા પાંચથી વધુ આરોપીઓ સામેલ છે અને જેમાં રાજુ શેખવાના પરિવારજનો પણ સામેલ હોઈ શકે છે. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી એલમ ખાન અગાઉ બે હત્યાના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને રફીક મારામારીના ગુન્હામાં પકડાઈ ચુક્યો છે. હાલ ક્રાઈમ બ્રાંચે એડવાન્સ પેટે લીધેલા 15 લાખ કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી છે.
આ આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રહેતા બિઝનેસમેન સુરેશ શાહ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની હત્યા કરી હતી. આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
