Ahmedabad News: અમદાવાદમાં વરસાદે સાંજના સમયે અચાનક જ ધડબડાટી બોલાવી હતી. તેણે ચોમાસુ પૂરુ થવાનું માનતા બધાને રીતસરના ઊંઘતા પકડ્યા હતા. અચાનક ખાબકેલા વરસાદે બધાને હતપ્રભ કરી દીધા હતા. અમદાવાદના પશ્ચિમ વિભાગમાં રાણીપ, નારણપુરા, મીઠાખળી, વિજય ચારરસ્તામાં વરસાદ બરોબરનો ત્રાટક્યો હતો. અડધા કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેના લીધે બધા રસ્તા પાણીથી તરબતર થઈ ગયા હતા. રસ્તે જનારાઓ પણ વરસાદમાં ભીંજાઈ ગયા હતા. વરસાદ પડવાના લીધે શાંતિ એ થઈ ગઈ હતી કે લોકોને બફારામાંથી રાહત મળી હતી.
હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ હજી પણ સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ આ રીતે ગુજરાતમાં અને અમદાવાદમાં અચાનક જ ત્રાટકતો રહેશે. અંબાલાલનું પણ કહેવું છે કે આ રીતે વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવશે અને પછી ગમે ત્યારે વરસાદ ત્રાટકશે જ્યારે કલ્પના પણ નહીં હોય. અડધો સપ્ટેમ્બર બાકી છે ત્યારે જો લોકો એમ માનતા હોય કે ચોમાસુ પૂરુ થઈ ગયું છો તો તે તેમની ભૂલ છે. અમદાવાદના બધા વિસ્તારોને આવરી લેતો વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેના લીધે લોકોએ બફારા અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી.
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે આગાહી, ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સુરત, વલસાડ,નવસારીમાં વરસાદની આગાહી, તાપી,ડાંગ,દમણ અને દાદરાનગરહવેલીમાં આગાહી, સૌરાષ્ટ્રના પોરબંદર,ગીર સોમનાથમાં વરસાદ, અમરેલી,દિવ,રાજકોટમાં સામાન્ય વરસાદ રહેશે, જામનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં 7 સપ્ટેમ્બરથી વરસાદની ગતી વધશે, સાબરકાંઠા,બનાસકાંઠા,પાટણમાં પણ આગાહી, મહેસાણામાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી, ગાજવીજ અને વીજળીના કડાકભડાકા સાથે વરસાદ નોંધાશે
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદ, બપોર સુધીમાં 83 તાલુકામાં વરસાદ, વલસાડમાં એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદની 26 ટકા ઘટ, ડાંગમાં સૌથી વધુ 48 ટકા ખાધ
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી