Surat News/ ગુજરાતમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ : માત્ર 6 મહિનામાં RBL બેંકમાં ખોલેલાં 89 એકાઉન્ટમાંથી 1445 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં

ઉધના પોલીસ રસ્તા પર વાહન ચેકિંગમાં હતી ત્યારે એક રોહન નામના શખસને મોપેડ સાથે અટકાવાયો હતો

Gujarat Top Stories Surat

Surat News : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમનું પ્રમાણ વધી ગયું છે. હાલમાં ગુજરાતમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ થયો છે. જેની તપાસમાં પોલીસને પોલીસને 164 બેંક એકાઉન્ટ મળ્યાં છે. માત્ર છ મહિનામાં 89 બેંક એકાઉન્ટમાંથી કુલ 1,445 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં છે, જોકે ઉધના પોલીસની તપાસ દરમિયાન મળેલાં 164 પૈકી 89 બેંક એરાઉન્ટ RBL બેંકના હોવાનું સામે આવ્યું છે. જ્યારે હજુ બાકીનાં 76 બેંક એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે 28 મે 2025ના રોજ વાહન ચેકિંગ દરમિયાન સુરત પોલીસે એક મોપેડ રોક્યું ને સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ થયો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.

ઉધના પોલીસ રસ્તા પર વાહન ચેકિંગમાં હતી ત્યારે એક રોહન નામના શખસને મોપેડ સાથે અટકાવાયો હતો. મોપેડની ડીકી તપાસતાં એમાં શંકાસ્પદ ડોક્યુમેન્ટ અને સિક્કા મળ્યા હતા. પૂછપરછમાં રોહને કબૂલ્યું કે સરથાણાનો મિત ખોખર આ સામગ્રી પાંડેસરામાં કોઈને આપવા માટે મોકલતો હતો. પોલીસે તરત મિત ખોખારની ધરપકડ કરી અને પૂછપરછ કરતાં જાણ થઇ કે તેણે ગોપીનાથનગરના કિરાત વિનોદ જાદવાણી સાથે મળીને અનેક લોકો પાસેથી કમિશનના લાલચમાં ડોક્યુમેન્ટ ભેગા કર્યા હતાં અને એ આધારે કરંટ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં.

આ અંગે મિતની ઓફિસે તપાસ કરતાં ઘણા ગેરકાયદે ડોક્યુમેન્ટ્સ મળ્યા અને તેની પાસેથી કિરાત જાદવાણી સુધી પહોંચ્યા હતા. તેની ઓફિસમાંથી 5 લેપટોપ, 3.50 લાખ રોકડ, 35 પાસબુક, એટીએમ કાર્ડ્સ અને પૈસા ગણવાનું મશીન મળ્યું હતું. આ બન્ને આરોપી દેશમાં બેરોકટોક સાયબર ફ્રોડ ચલાવતા હતા. આરોપી દિવ્યેશ સાથે મળીને આ બંને આરોપી સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપી રહ્યા હતા.સૌથી મહત્ત્વની વાત એ છે કે દેશમાં સાયબર ફ્રોડ માટે જે 100 બેંક એકાઉન્ટ વાપરવામાં આવી રહ્યાં હતાં એ આ ત્રણેય ઓપરેટ કરી રહ્યા હતા અને એ માટે તેમને ક્યુબાથી ‘રિચ પે’ નામના ટેલિગ્રામ એકાઉન્ટમાંથી કમાન્ડ મળતો હતો. તમામ બેંક એકાઉન્ટ કરંટ એકાઉન્ટ હતાં અને તેમને કમિશન પર લઈ આ બેંક એકાઉન્ટ પર સાયબર ફ્રોડના પૈસાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા.

આ આરોપીનું સીધું ક્યુબા સાથે કનેક્શન હોવાનું ખૂલ્યું છે. તેમને તમામ કમાન્ડ અને કંટ્રોલ ટેલિગ્રામ એકાઉન્ટ “રિચ પે” મારફત મળતો હતો. આરોપીઓ પહેલાં દિલ્હીના વિનીત પ્રસાદ નામના શખસ સાથે કામ કરતા હતા, જેનો ક્રિપ્ટોકરન્સી ધંધો હતો. બાદમાં આરોપીઓ સીધા “રિચ પે”ના સંપર્કમાં આવી ગયા હતા. આરોપી આઠ મહિનાથી રિચ પે સાથે સંપર્કમાં હતા, અને સાયબર ફ્રોડ માટે એકબીજાને કમાન્ડ આપતા હતા.પોલીસે વધુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે અન્ય મોટા ભાગનાં બેંક એકાઉન્ટ બેંક લોન આપવાના બહાને ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે દેશવ્યાપી કૌભાંડમાં કિરાત જાદવાણી અને મિત ખોખર સહિત મયૂર ઇટાલિયાની ધરપકડ કરી હતી. સમગ્ર કેસમાં દિવ્યેશ અને વિનીત સહિત રિચ પે આઇડીધારક નામના આરોપીઓ પણ મુખ્ય ભેજાબાજો હોવાનું સામે આવ્યું છે. લોકોને બેંક એકાઉન્ટ ખોલાવી આપવાના નામે ડોક્યુમેન્ટ લેવામાં આવતા હતા.અપૂરતા પુરાવાના કારણે બેંક એકાઉન્ટ નથી ખોલ્યું એમ કહી એ પુરાવાના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી લેતાં હતાં. એ બાદ બેંક એકાઉન્ટધારકની જાણ બહાર એ ખાતામાં સાયબર ફ્રોડનાં નાણા ટ્રાન્સફર કરવામાં આવતાં હતાં, જોકે ઉધના પોલીસની તપાસમાં હજી મોટા ઘટસ્ફોટ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સરખેજ નજીક નવી બનતી સાઈટ પર ક્રેનનું બકેટ તુટી પડતા શ્રમિકનું મોત

આ પણ વાંચો:જામનગરના નાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી ખાતા શ્રમિકનું મૃત્યુ

આ પણ વાંચો:પાટણમાં રેલવેની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત