Surat News: સુરતમાં (Surat) સરથાણા (Sarthana) નેચર પાર્કમાં (Nature Park) પ્રાણીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એચએન-1 વાયરસથી (Virus) પ્રાણીઓના મૃત્યુ થતાં સુરત ઝૂ તંત્ર હાઈ એલર્ટ બન્યું છે. વાઘ, સિંહ અને દીપડાના પિંજરાને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે.
સુરતમાં સરથાણામાં આવેલા નેચર પાર્ક (Zoo) તંત્ર સતર્ક થઈ ગયું છે. ચીનમાં ફેલાયેલા વાયરસે ભારતમાં અને ત્યારબાદ ગુજરાતમાં પગપેસારો કરતા નેચર પાર્ક એલર્ટ થઈ ગયું છે. નાગપુર ઝૂમાં H5N-1 વાયરસથી 5 પ્રાણીઓના મોત થતાં સુરત ઝૂ તંત્ર પ્રાણીઓની સુરક્ષાને લઈ સતર્ક બની ગયું છે. નેચર પાર્કમાં પ્રાણીઓની તકેદારી વધારી દેવાઈ છે. વાયરસના ડીસઈન્ફેકશનની કામગીરી યથાવત જોવા મળી છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની સૂચના અનુસાર હવે દર સપ્તાહે નેચર પાર્કની સફાઈ કરાશે. ડીસઈન્ફેકશનની (Disinfection) કામગીરી પણ દર સપ્તાહે કરવામાં આવશે. વાઘ, સિંહ અને દીપડાના પિંજરાને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો:આણંદમાં હેડકોન્સ્ટેબલ જ રૂ. 3.63 લાખની 240 વિદેશી દારૂની બોટલો સાથે ઝડ્પાયો
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલના CEO ના ઘરેથી વિદેશી દારૂ મળી આવ્યો
આ પણ વાંચો:દાહોદના ઘાવડીયા ચેક પોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો
