Dahod News : દાહોદના ઘાવડીયા ચેર પોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. ઝાલોદ પોલીસ દ્વારા વિદેશી દારૂનો આ જથ્થ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકમાં હેરાફેરી કરાતો પાંચ લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસ ચેક પોસ્ટ પર ચેકીંગ કરી રહી હતી ત્યારે ટ્રકમાંથી 175 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં ટ્ક ચાલકની ધરપકડ કરી અન્ય ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે કુલ રૂ. 5,46,000 ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.
આ પણ વાંચો: જામનગરમાં શિક્ષકે વિદ્યાર્થીનીને ઢોર માર મારતા ચકચાર
આ પણ વાંચો: જામનગરમાં જામસાહેબે વારસદાર તરીકે અજય જાડેજાને સોંપી પ્રજાની જવાબદારી
આ પણ વાંચો: જામનગરના લાલપુરમાં પ્રેમપ્રકરણમાં મહિલાની હત્યા