Jamnagar News : જામનગરના લાલપુરમાં પ્રેમપ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. જામનગરના લાલપુરના જાખરમાં હત્યાનો આ બનાવ બન્યો હતો. આ બનાવની વિગત મુજબ જાખરમાં રહેતા દિયર અને ભાભી વચ્ચે પ્રેમસંબંધ હતો. જેમાં કોઈ કારણસર ભાભી અને દિયર વચ્ચે અણબનાવ બન્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા દિયરે પથ્થરના ઘા મારીને ભાભીની ઘાતકી હત્યા કરી નાંખી હતી.
તપાસમાં મૃતક મહિલાનું નામ રીનાબા વાળા હોવાનું અને તેમની ઉંમર 30 વર્ષની હોવાનું જણાયું હતું. જ્યારે આરોપીનું નામ વિજયસિંહ પ્રેમસંગજી સોઢા હોવાનું બહાર આવ્યું છે. વિજ્યસિંહે ભાભી રીનાબાની હત્યા કરી નાંખ્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આમ ભાભી અને દિયર વચ્ચેના પ્રેમસંબંધનો કરૂણ અંજામ આવ્યો હતો. આ અંગે પોલીસે ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે કરી વરસાદની નવી આગાહી
આ પણ વાંચો: નવરાત્રિમાં પણ ઇન્દ્રદેવની સવારી રહેશે જારીઃ અંબાલાલ પટેલ
આ પણ વાંચો: ભારે વરસાદ બાદ હવે ગાત્રો ઘ્રુજાવતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહો: અંબાલાલ પટેલ