Navratri 2024/ નવરાત્રિમાં પણ ઇન્દ્રદેવની સવારી રહેશે જારીઃ અંબાલાલ પટેલ

હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

Gujarat Others Breaking News

Gandhinagar News: હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતા રહેશે.

તેમણે કહ્યું કે, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયા ભારે પવન ફૂંકાશે. તારીખ 18, 19, 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે અને તારીખ 22 સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળવાયુ વાતાવરણ થઈ શકે અને ક્યાંક માવઠું થવાની શક્યતા પણ રહી શકે છે.

આવતીકાલે રવિવારે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આણંદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં પડ્યો વરસાદ, આજે સાત તાલુકામાં રેડ એલર્ટ

આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદની આગાહી કરતા ગરબા પ્રેમીઓ મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો:રાજ્યમાં મેઘરાજાના વધુ એક રાઉન્ડ, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી