Ahmedabad News : અમદાવાદની હવા પણ હવે ઝેરીલી બની છે. જેમાં અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર પહોંચી ગયો છે. મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચ્યો છે.જ્યારે બોપલમાં અને ગોતામાં 218 AQI નોંધાયો છે.
તે સિવાય થલતેજમાં 215 અને સોનીની ચાલીમાં 212 AQI નોંધાયો છે. ઉપરાંત સેટેલાઈટમાં 205 અને ઉસ્માનપુરામાં 210 AQI નોંધાયો છે. જ્યારે મણિનગરમાં 209 અને ગ્યાસપુરમાં 207 AQI નોંધાયો છે. આમ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર પહોંચી ગયો છે.
