Ahmedabad News: મહિલાઓ આજે પુરુષ સાથે કદમથી કદમ મિલાવતી થઈ છે ત્યારે તેના પર હવે ફક્ત કુટુંબ જ નહીં પોતાના રક્ષણની પણ જવાબદારી આવી પડી છે. આજે બહાર ફરવું અને સ્વરક્ષણ માટે બીજા પર આધારિત રહેવું તે વિરોધાભાસભરી બાબત છે. આને ધ્યાનમાં રાખીને જ 8મી માર્ચના વિશ્વ મહિલા દિવસની ઉપલક્ષ્યમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ ખાતે તેની ઉજવણીમાં સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી.
આમ મહિલા દિવસની ઉજવણીમાં સ્વરક્ષમ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમા જણાવાયું હતું કે સ્ત્રીને જગદંબા કે શક્તિનું સ્વરૂપ મનાય છે તો પછી શક્તિ પોતે જ શક્તિવિહીન કેવી રીતે હોઈ શકે. આ પરિકલ્પનાને ધ્યાનમાં રાખીને સરકારી સ્માઇલ ઇન્સ્ટિટ્યુટના 100થી વધુ મહિલા સ્ટાફે સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવી હતી અને તે આત્મરક્ષણ માટે સજ્જ બન્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમે નિયમિત રીતે તેનો અભ્યાસ કરતાં રહીશું. આમ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટની મહિલા કર્મચારીની કોઈ અસામાજિક તત્વોએ છેડતી કરી તો તેની કરોડરજ્જુના મણકા હલબલી ઉઠશે.

આ તાલીમમાં ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના નિયામક ડો. પિયુષ મિત્તલના નેતૃત્વ હેઠળ ડો. નિધિ ઠાકુર (આઇ.પી.એસ સુપ્રિટેન્ડેન્ટ- સાબરમતી જેલ) સંસ્થા ખાતેના વિભાગોના વડા આ સંસ્થા ખાતે આવ્યા હતા.
ચાર કોલેજના પ્રિન્સિપાલ તથા થાઈબોક્સિંગ એસોસિયેશન ઓફ ગુજરાતના જનરલ સેક્રેટરી અમનદીપ ગોત્રા અને તેમની ટીમના સંયુક્ત પ્રયાસોથી હોસ્પિટલના મહિલા સ્ટાફ માટે સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રોગ્રામમાં ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ ખાતેની બધી મહિલા સ્ટાફ તેમજ દર્દીઓના સગા તેમજ સંસ્થા ખાતે આવેલી ચાર કોલેજની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ માટેની કેટલીક પદ્ધતિઓ શીખવાડવામાં આવી હતી અને તેના ઉપયોગ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. તમામ મહિલાઓએ આ ઉજવણીમાં ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો.
આ પણ વાંચો: બાબરા પંથકમાં SOGનો સપાટો, ખનીજ માફિયાઓના સામ્રાજ્યમાં ખળભળાટ
આ પણ વાંચો: રાજકોટના ધોરાજી તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ
આ પણ વાંચો: થાનગઢમાં ખનીજ માફિયાઓ અધિકારીઓને ધમકાવીને જપ્ત કરેલા 3 ટ્રેકટર લઈ ગયા
