Rajkot News: સુરત(Surat)ના અમરોલી(Amroli)માં એક સત્સંગ દરમિયાન વડતાલ (Vadtal) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમુદાયમાં ભારે રોષ છે. આ ઘટના બાદ, આજે વીરપુરમાં નેતાઓ, વેપારીઓ, ટ્રેડ યુનિયન પ્રમુખ અને રઘુવંશી સમુદાયના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રોષ ઠાલવીને જ્ઞાનપ્રકાશ સ્વામીએ મંદિરમાં વ્યક્તિગત રીતે માફી માંગવી જોઈએ. તેના અનુસંધાને વીરપુર ગ્રામ પંચાયતમાં બોલાવાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વીરપુર આજે અને કાલે સંપૂર્ણપણે બંધ રહેશે.

વીરપુર (Virpur) જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી મામલે વીરપુર ગ્રામ પંચાયતે મહત્વનો નિર્ણય લીધો છે. વીરપુરમાં બે દિવસે સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે. તબીબી અને હોસ્પિટલ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ચાલુ રહેશે. આ સાથે જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તેમણે આવતીકાલે સાંજ સુધીમાં જલારામ બાપાના ઘરે આવીને વ્યક્તિગત રીતે માફી માંગવી જોઈએ, જો તેઓ માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6 માર્ચે જાહેર કરવામાં આવશે.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ ટિપ્પણી કરી હતી કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીની લાંબા સમય સુધી સેવા કરી હતી, અને તેમને દાળ-બાટીનો પ્રસાદ પણ ખવડાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે જલારામ બાપાએ ગુણાતીત સ્વામીના આશીર્વાદ લીધા હતા. આ નિવેદનોએ જલારામ બાપાના ભક્તો અને રઘુવંશી સમાજમાં ભારે રોષ જગાવ્યો હતો.

જલારામ બાપાના ભક્તોએ જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનોને જલારામ બાપાનું અપમાન ગણાવ્યું હતું. રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામીની જાહેરમાં માફીની માંગ કરી હતી. વિવાદ વધતાં, જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે માફી માંગી હતી, અને તેમનો માફી માંગતો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી હતી અને સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
આ પણ વાંચો:આજે જલારામ જયંતિ પર જાણીએ બાપાના સદાવ્રત વિશે
આ પણ વાંચો:CBIએ જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની કરી અટકાયત
