Not Set/ રાજ્યમાં ધોરણ 1 થી 5ના વર્ગો શરુ કરવા અંગે શિક્ષણમંત્રીએ જાણો શું નિવેદન આપ્યું

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફરીથી બધું જ પહેલાની જેમ ધીમે ધીમે શરુ થઇ ગયું છે. ત્યારે હવે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવા પર

Gujarat Others
રાજ્યમાં

 કોરોનાની સ્થિતિએ  સમગ્ર રાજયમાં હાહાકાર  મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી.જેમાં લાખો લોકો કોરોના  કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા  હતા . ત્યારે ધીમે ધીમે હવે સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો  જોવા  મળી રહ્યો છે . ત્યારે હવે ધીમે ધીમે રાજય માં  શૈક્ષણિક શરુ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફરીથી બધું જ પહેલાની જેમ ધીમે ધીમે શરુ થઇ ગયું છે. ત્યારે હવે ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવા પર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવતા કહ્યું છે કે, ‘કોર કમિટી અને આરોગ્ય વિભાગની મહત્વની બેઠક તેમજ શિક્ષણવિદોની સલાહ બાદ અમે આગામી સમયમાં ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવા અંગે યોગ્ય નિર્ણય કરીશું.

આ પણ વાંચો :સુપરફિટ મિલિંદ સોમને કેમ કરાવ્યું CT Scan? જાણો શું આવ્યો એક્ટરનો રીપોર્ટ

  રાજયમાં પહેલાં કોલેજ ત્યારબાદ ધોરણ 10થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ ગત અઠવાડીયામાં ધોરણ 6, 7 અને 8ના વર્ગો ખોલવામાં પણ સફળ રહ્યાં છીએ. ઘણા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલી રહ્યાં છે તો બીજી તરફ શિક્ષકો પણ કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ ઉત્સાહથી ભણાવી રહ્યાં છે. ત્યારે આગામી તબક્કામાં કોર કમિટીની બેઠકમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. જે અંગે આરોગ્ય અને શિક્ષણવિદોની સલાહ પણ આગામી સમયમાં લઈશું.

જોકે, શાળામાં કડક પણે કોરોનાના નિયમોનું પાલન કરવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. રાજ્યમાં સરકાર દ્વારા શાળામાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે અંગેનો આદેશ આપવામાં આવ્યો છે તેમજ સ્કૂલો દ્વારા કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે  છે. ત્યારે હવે રાજ્ય સરકારે ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળા શરૂ કરવા અંગે પણ મોટું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો :હાર્ટએટેક આવતા પહેલા શરીરમાં આટલા સંકેતો દેખાવા લાગે છે, જાણી લો તમે પણ