Gujarat News/ ગુજરાતના મુસાફરો પર મોંઘવારીનો માર, ST બસના ભાડામાં 3% વધારો

નવા વર્ષ 2026ના પ્રારંભથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને ST બસના ભાડામાં વધારો કર્યો છે. સરેરાશ 3 ટકા વધારો થતાં 9 કિલોમીટરથી વધુની યાત્રા હવે મુસાફરો માટે મોંઘી બની છે.

Top Stories Ahmedabad Gujarat
ST

Gujarat ST Bus Fare Hike 2026 : નવા વર્ષ 2026ના પ્રારંભ પહેલા જ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા મુસાફરોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. નિગમે રાજ્યભરમાં ST બસના ભાડામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.  1 જાન્યુઆરી 2026 થી બસના ભાડામાં 3% વધારો કર્યો છે.

ST બસ ગુજરાતની જનતાની જીવનરેખા

આ નિર્ણયથી રોજિંદી મુસાફરી કરનારા વિદ્યાર્થીઓ, નોકરીયાતો તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકો પર સીધી અસર પડશે. એસટી બસ ગુજરાતની જનતાની જીવનરેખા ગણાય છે અને આવા સમયમાં થયેલો ભાવવધારો સામાન્ય જનતા માટે ચિંતાજનક બન્યો છે.

ST

9 કિલોમીટરથી વધુની યાત્રા હવે વધુ મોંઘી પડશે

નવા ભાડા માળખા અનુસાર, 10 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર સુધીની મુસાફરીમાં પ્રતિ ટિકિટ 1 રૂપિયાનું વધારું ભાડું લેવામાં આવશે. GSRTC દ્વારા જણાવવામાં આવ્યું છે કે સલામત સવારી, જાળવણી ખર્ચ અને સંચાલન ખર્ચમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુસાફરો પર સીધી અસર

ST ભાડામાં થયેલા આ વધારાથી રોજિંદી મુસાફરી કરતા નોકરીયાત લોકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના મુસાફરો પર સીધી અસર પડશે. GSRTCનો આ નિર્ણય નવા વર્ષના આરંભે જ મુસાફરો માટે ખર્ચાળ સાબિત થવાનો છે. વારંવારના ભાવવધારાથી એસટી પર નિર્ભર લાખો યાત્રીઓની મુસાફરી વધુ મોંઘી બનશે,


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:GSRTC એ ભારતના હરિત અને એકીકૃત પરિવહનનું નેતૃત્વ સંભાળ્યું

આ પણ વાંચો:GSRTC કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો નિર્ણય: ફરજ દરમિયાન અવસાન થવા પર વળતરમાં વધારો

આ પણ વાંચો: GSRTCની મોટી પહેલ, હવે ST બસમાં પણ મળશે ‘સીટ પર જમવાનું