Gujarat Local Body Election 2026/ બોડેલી નગરપાલિકાની ચૂંટણીમા ભાજપે પાંચ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચોને ટિકિટ આપી

છોટાઉદેપુર જિલ્લાના વડું મથક એવા બોડેલી ખાતે પ્રથમ વખત યોજાનારી નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છેં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત થતાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે.

Gujarat Others Breaking News

Chhotaudepur News: છોટાઉદેપુર જિલ્લાના વડું મથક એવા બોડેલી ખાતે પ્રથમ વખત યોજાનારી નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છેં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત થતાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે.

બોડેલીને વર્ષોથી નગરપાલિકા બનાવવાની માંગ વચ્ચે અંદાજે છ મહિના પહેલા બોડેલી, અલીખેરવા, ઢોકલીયા, ચાચક અને ઝાંખરપુરા ગામ પંચાયતોનું વિસર્જન કરીને નગરપાલિકા રચાઈ હતી. પ્રથમ વખત યોજાનારી આ ચૂંટણીને લઈને મતદારો તેમજ રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચૂંટણી પહેલા ભાજપ દ્વારા નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 115 દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી.

ભાજપે વ્યૂહાત્મક રીતે નગરપાલિકા સાથે જોડાયેલા ગામોના પૂર્વ સરપંચોને ટિકિટ આપી મજબૂત પકડ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં અલીખેરવાથી ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા, બોડેલીથી કાર્તિકભાઈ દિલીપભાઈ શાહ, ઢોકલીયાથી મહેશભાઈ શનાભાઈ બારીયા, ચાચકથી મુકેશભાઈ ઈશ્વરભાઈ રાઠવા અને ઝાંખરપુરાથી ગીતાબેન છત્રસિંહ બારીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ભાજપે વિવિધ સમાજને પ્રતિનિધિત્વ આપતા ઉમેદવારોને પણ સ્થાન આપ્યું છે. જેમાં બે મુસ્લિમ ઉમેદવારો તરીકે વોર્ડ નંબર 7 માં સલમાબેન જીયાઉદ્દીન મનસુરી અને વોર્ડ નંબર 6 માં જૈનબબેન મહમદભાઈ ખત્રીને ટિકિટ આપવામાં આવી છે.

સાથે જ અલીખેરવાના પૂર્વ ડેપ્યુટી સરપંચ સતિષભાઈ ભીમસિંહભાઈ રાઠવા, ઢોકલીયાના પૂર્વ સભ્ય જીગ્નેશભાઈ મહેશભાઈ અગ્રવાલ અને ચાચકના પૂર્વ ડેપ્યુટી સરપંચ સંગીતાબેન વિજયસિંહ રાઠોડને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપમાં જોડાયેલા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યશપાલસિંહ ગોવિંદસિંહ ઠાકોરને તેમજ ભાજપના પીઢ નેતાની પત્ની પન્નાબેન વિજયભાઈ પટેલને વોર્ડ નંબર 2 માંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

 તો બીજી તરફ 18 વર્ષ સુધી બોડેલી ને નગરપાલિકા બનાવવા માટે સતત પ્રયાસો કરનારા સામાજિક અગ્રણી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિલુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અમારી લડત બોડેલીના વિકાસ માટે નગરપાલિકા બનાવવા ની માંગ હતી ત્યારે ભાજપે પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચોને ટિકિટ આપી જે તે પરિસ્થિતિમાં મૂકવાના પ્રયાસ કર્યા છે ગ્રામ પંચાયતો ઉપર ભ્રષ્ટાચાર ના આરોપ મુકી કહ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર દૂર કરવા માંગીએ છે અને બોડેલી શહેરનૉ વિકાસ કરવા માંગીએ છીએ

ભાજપ દ્વારા મજબૂત ઉમેદવારોની પસંદગી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે પડકાર બની છે ચૂંટણી નજીક આવતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને પ્રતિસ્પર્ધીઓ દ્વારા એકબીજા પર આરોપ પ્રતિ આરોપ પણ જોવા મળવાનો છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે બોડેલી નગરપાલિકામાં કયો પક્ષ બહુમતી મેળવી બોડેલીની નગરપાલિકા પર સત્તા કબજો જમાવે છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર