Ahmedabad News/ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ₹50ના રિપોર્ટ માટે ₹200 વસૂલાતનો દાવો

અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ફરી વિવાદમાં,દર્દીએ વીડિયો વાયરલ કરી લગાવ્યા ગંભીર આક્ષેપ, હોસ્પિટલના રિપોર્ટ માટે બહાર મોકલી વધુ રકમ વસૂલાત થતી હોવાનો દાવો!

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Civil Hospital ફરી વિવાદમાં! દર્દીએ વીડિયો વાયરલ

Ahmedabad News: અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ફરી એકવાર વિવાદોમાં આવી છે. હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા એક દર્દીએ વીડિયો વાયરલ કરી ગંભીર આક્ષેપો લગાવ્યા છે. દર્દીના કહેવા મુજબ હોસ્પિટલમાં થનારા મેડિકલ રિપોર્ટ માટે બહારની લેબમાં મોકલવામાં આવે છે અને ત્યાં વધુ રકમ વસૂલમ વામાં આવી રહી છે.વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને સરકારી હોસ્પિટલની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Ahmedabad Civil Hospitalમાં ₹50ના રિપોર્ટ માટે ₹200 વસૂલાતનો આક્ષેપ

દર્દીના દાવા અનુસાર, સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)માં થનારા એક સામાન્ય રિપોર્ટ માટે તેમને બહાર મોકલવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ઓછી કિંમતમાં થતો રિપોર્ટ બહાર ખાનગી રીતે વધુ રકમ લઈને કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.દર્દીએ આરોપ લગાવ્યો કે લગભગ ₹50ના રિપોર્ટ માટે બહાર ₹200 સુધીની વસૂલાત કરવામાં આવી હતી. આ સાથે દર્દીએ હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિઓ અંગે પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

વીડિયો વાયરલ થતાં તંત્ર સામે સવાલો

વિડિયો સામે આવ્યા બાદ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો સરકારી હોસ્પિટલમાં જ દર્દીઓને બહાર મોકલવામાં આવે તો સામાન્ય અને ગરીબ વર્ગના લોકો ક્યાં જશે?લોકોનું કહેવું છે કે સરકારી હોસ્પિટલોમાં પારદર્શિતા અને યોગ્ય દેખરેખ જરૂરી છે જેથી દર્દીઓને આર્થિક અને માનસિક હાલાકીનો સામનો ન કરવો પડે.

હોસ્પિટલ તંત્રની પ્રતિક્રિયા પર નજર

હાલ સમગ્ર મામલે હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) તંત્ર તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવામાં આવી રહી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 222 અંગદાતાઓના અંગદાન થકી 713 વ્યક્તિઓને મળ્યું નવજીવન..!

આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે

આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન અને જીવનદાનની સરવાણી