Not Set/ સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર એવું તો શું થયું કે પોલીસ દોડતી થઈ ગઈ

આંતકવાદી પ્રવૃતિ સામે રક્ષણાત્મક કાર્યવાહી અંગેની સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર મોકડ્રીલ કરવામાં આવી

Gujarat

@સચીન પીઠવા , સુરેન્દ્રનગર , મંતવ્ય ન્યુઝ.

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર આંતકવાદી પ્રવૃતી સામે રક્ષાત્મક કાર્યવાહી અંગેની મોકડ્રીલ

આ મોકડ્રીલમાં સોમનાથ જબલપુર પેસેન્જર ટ્રેનમા વિસ્ફોટક સાધન સામગ્રી સાથે એક આંતકવાદી આવે છે.

 

આજે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પર આંતકવાદી પ્રવૃતી સામે રક્ષાત્મક કાર્યવાહી અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં આ મોકડ્રીલમાં સોમનાથ જબલપુર પેસેન્જર ટ્રેનમા વિસ્ફોટક સાધન સામગ્રી સાથે એક આંતકવાદી આવે છે. વ્યકિત વિસ્ફોટક સામાન સાથેની બેગ ફેંકી નાશવા જતા ટ્રાફીક યાર્ડમાંથી પકડી તેની પાસેથી એક રીવોલ્વર તથા જીવતા 5-કારતુસ સાથે પકડી પાડવામાં આવતો હોવાનું દિલધડક ઓપરેશન પાર પાડવામાં આવે છે.

રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો તથા રેલ્વેના જાન,માલ મિલ્કતના રક્ષણ કરવાના હેતુથી આજરોજ સુ.નગર RPF/GRP દ્વારા સંયુકત રીતે આંતકવાદી પ્રવૃતિ સામે રક્ષણાત્મક કાર્યવાહી અંગેની સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર મોકડ્રીલ કરવામાં આવી હતી.

આ કાર્ય પધ્ધતિમા જબલપુર તરફથી આવતી અને સોમનાથ તરફ જતી સોમનાથ જબલપુર પેસેન્જર ટ્રેનમા વિસ્ફોટક સાધન સામગ્રી સાથે એક આંતકવાદી આવે છે. અને તે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉતરનારો છે તેવી બાતમીના આધારે RPF/GRP સ્ટાફના અધિકારી કર્મચારીઓ દ્વારા તાત્કાલીક ધોરણે આ ટ્રેનના સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન આવતા પહેલા સુરેંદ્રનગર જિલ્લા BDDS ટીમ, ડોગ સ્કોડ તથા RPF ડોગ સ્કોડ ટીમ,રેલવે મેડીકલ ટીમ સહીત સંપુર્ણ રીતે બંદોબસ્ત ગોઠવી ટ્રેન આવતા સર્ચ ઓપરેશન કરી આંતકવાદીને શોધી કાઢવામાં આવ્યો હતો.

અને તે વ્યકિત વિસ્ફોટક સામાન સાથેની બેગ ફેંકી નાશવા જતા ટ્રાફીક યાર્ડમાંથી પકડી તેની પાસેથી એક રીવોલ્વર તથા જીવતા 5-કારતુસ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ઉપર આ મોકડ્રિલ કરવામાં આવ્યુ હતુ. અને આતંકવાદીને કેવી રીતે પકડીને આગળની કાર્યવાહી કરવી અને મુસાફરોને પણ આ સમયે તકલીફ ન પડે તેવી રીતે ઓપરેશન કરવા માટે તેવી રીતે કાર્ય કરવામાં આવ્યું હતું.