કાર્તિક વાજા,રવિ ખખ્ખર@મંતવ્ય ન્યૂઝ
તાઉ-તે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અસરગ્રસ્ત ચાર ગામોની કેન્દ્ર સરકારની ટીમે મુલાકાત લઇ ખેડૂતો પાસેથી નુકશાની વિગતો જાણવા સંવાદ કર્યો હતો. જેમાં દેલવાડા અને ગાંગડાના ખેડૂતો કેન્દ્ર સરકારના ટીમને નુકશાનીની વિગતો વર્ણવતા ભાવુક બની જતા અઘિકારીઓએ કેન્દ્ર અને રાજય સરકાર તમારી સાથે છે અને તમામ પ્રકારની મદદ કરશે તેવી હૈયાઘારણા આપી હતી.

સાંજે કેન્દ્ર સરકારની ટીમના ગૃહ વિભાગના સંયુક્ત સચિવ પ્રકાશ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિયામક સુભાષ ચંદ્રા, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારી હર્ષ પ્રભાકર, નાણાં વિભાગના નાયબ નિયામક મહેશકુમાર, વીજળી વિભાગના નાયબ નિયામક જીતેશ શ્રીવાસ, મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી રાજીવ પ્રતાપ દુબે સહિતના સભ્યોએ વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલ ઉના તાલુકાના ગાંગડા, સામતેર, દેલવાડા અને નલીયા માંડવી સહિતના ગામોની મુલાકાત લઇ ગામોમાં મકાનોને તથા ખેતી-બાગાયતી પાકોને વધુ નુકસાન થયેલ છે તે વિસ્તારોની મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી. ટીમએ ઉના પંથકમાં કેરીના બગીચા તથા નાળીયેરીના પાકને થયેલા નુકસાન, ઘરવખરી-મકાનોને થયેલા નુકસાનની વિગતો ગ્રામજનો પાસેથી જાણીને વાવાઝોડા પૂર્વે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે તાત્કાલીક ખસેડવાની કરેલ કામગીરીની વિગતો સ્થાનિક અધિકારીઓ અને લોકો પાસેથી જાણી હતી.

કેન્દ્રીય ટીમના અઘિકારીઓએ અસરગ્રસ્ત ઉના તાલુકાના ગાંગડા ગામેની મુલાકાતે પહોચેલ જયાં ગામના ખેડૂતોને થયેલ નુકસાની વિગતો જાણવા સંવાદ કરેલ હતો. જેમાં ખેડૂત કનુભાઇ જોશી કેન્દ્રની ટીમ સમક્ષ વાવાઝોડાથી માર 13 વીઘા જમીનની વાડીના બગીચામાં રહેલ 320 વૃક્ષો ઘરાશાયી થયા છે. મારી વર્ષોની મહેનત નાશ પામી છે મને બોવ મોટું નુકશાન થયુ હોવાથી નિસહાય બની ગયો હોય તેમ જણાવતા ભાવુક થઇ અાંખમાંથી અાસુઅો વહેવા લાગેલ હતા. અાવી જ રીતે દેલવાડાના ખેડૂત માવજી રામભાઇ જેઠવા વાવાઝોડાથી પોતાના નાળીયેરીના બગીચાના તમામ વૃક્ષોનો થયેલા સફાયાની પોતાને થયેલ મોટા નુકશાનીની વિગતો વર્ણવતા ભાવુક બની ગયા હતા.

ખેડૂતોની ભાવુક રજુઅાતના પ્રત્યુતરમાં કેન્દ્રીય ટીમએ હૈયાઘારણા આપતા જણાવેલ કે, તમાને થયેલ નુકશાનીના સર્વેની કામગીરી પુર્ણ થઇ છે. તમારા મુશ્કેલ સમયમાં કેન્દ્ર અને રાજય સરકાર તમારી સાથે છે. ખેડૂતો માટે જાહેર કરાયેલ રાહત પેકેજ થકી વાવાઝોડાથી નુકશાન થયેલ પાકો પડી જવાના તથા વૃક્ષો ઘરાશાયી થયાના બંન્ને પ્રકારના લાભો મળવાપાત્ર છે જે મુજબ તમને લાભો-રાહત અાપવામાં અાવશે. હાલ તમને મકાન અને પશુ નુકશાનીની જ સહાય ચુકવવામાં અાવી છે. જયારે પાકો અને વૃક્ષોની સહાય હજુ અાપવામાં અાવશે. કેન્દ્ર સરકાર સતત રાજય સરકાર સાથે સંપર્કમાં હોય અસરગ્રસ્તોને સહાય માટે મદદરૂપ હોવાની હૈયાઘારણા અાપી હતી.

આ મુલાકાત વેળાએ રાહત કમિશનર હર્ષદ પટેલએ અસરગ્રસ્ત જિલ્લાઓમાં થઇ રહેલ સર્વે અને રાહતની કામગીરી અંગેની જયારે ગીર સોમનાથ કલેકટર અજય પ્રકાશે અત્રેના જિલ્લામાં અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલી સહાય અને સર્વેની કામગીરી તથા રિસ્ટોરેશનની કામગીરીની માહિતી આપી હતી. તાલુકાના અસરગ્રસ્ત ચારેય ગામોની મુલાકાત બાદ કેન્દ્રીય ટીમે ઉના પ્રાંત કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યાંથી રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સાથે વીડિયો કોન્ફરન્સથી મીટીંગ યોજી હતી.

જેમાં બંન્ને અઘિકારીઅોએ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા પૂર્વે અને પછી તાત્કાલીક ઘોરણે કરવામાં આવેલી કામગીરી, અસરગ્રસ્ત લોકોને પહોંચાડવામાં આવેલી રાહતો અને ખેડૂતોના રાહત પેકેજ અંગેની માહિતી આપી હતી. કેન્દ્ર સરકારના વિભાગો સાથે સંકલનથી વાવાઝોડા પૂર્વે આપવામાં આવેલી માહિતી લીધે લોકોને સાવચેત કરી પૂર્વ આયોજન કરાતા જાનહાનિ ટાળી શકાઇ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇલેક્ટ્રીસીટી પૂર્વવ્રત કરવા યુઘ્ઘના ધોરણે કામગીરી ચાલી રહી છે. ઉપરાંત તાત્કાલીક મકાન અને ખેતી અંગેની નુકસાનના સર્વે પૂર્ણ થઈ ગયા છે. તમામ પાત્રતા ધરાવતા સ્થળાંતરીત થયેલા લોકોને કેશડોલની સહાય ચૂકવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારોના ખેડૂતો માટે નુકસાનીના વળતર માટે રૂ.500 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે જેની તાત્કાલીક અમલવારી કરવામાં આવી રહી છે.
આ તકે કેન્દ્રીય ટીમએ જણાવેલ કે, ગુજરાત સરકારે વાવાઝોડા પૂર્વે અને પછી તાત્કાલીક રાહત અને મદદ લોકોને મળે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે. ઇલેક્ટ્રીસીટીના રિસ્ટોરેશન માટે ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવી છે જેમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ છે. લોકોને જુદા જુદા પ્રકારની રાહતોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. અામ, રાજય સરકારની કામગીરી આવકારદાયક છે. કેન્દ્રીય ટીમની મુલાકાતમાં ડીડીઅો રવિન્દ્ર ખટાલે, ઉનાના પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

