T20 World Cup/ ટૂર્નામેન્ટમાં સતત ત્રણ જીત બાદ પાકિસ્તાનનું સેમિફાઈનલમાં પહોંચવુ નિશ્ચિત

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમ વચ્ચે દુબઈનાં મેદાન પર રમાઈ હતી, જેમાં બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે સતત ત્રીજી જીત મેળવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

Sports
સેમિફાઈનમાં પાકિસ્તાન

UAEમાં રમાઈ રહેલી T20 વર્લ્ડકપની 24મી મેચ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમ વચ્ચે દુબઈનાં મેદાન પર રમાઈ હતી, જેમાં બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે સતત ત્રીજી જીત મેળવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પાકિસ્તાનની ટીમને તેની બાકીની મેચોમાં સ્કોટલેન્ડ અને નામિબિયાનો સામનો કરવાનો છે, જેમાં તેની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ ટોપ પર રહીને સેમિફાઇનલ મેચમાં પહોંચવાનું નિશ્ચિત છે. આ મેચ પહેલા પાકિસ્તાનની ટીમે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમને હરાવી અને અફઘાનિસ્તાનની ટીમને 5 વિકેટથી હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

આ પણ વાંચો – ICC T-20 WORLD CUP / રસાકસી બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાને 5 વિકેટથી હરાવ્યું,આસિફ અલીની સ્ફોટક બેટિંગ 7 બોલમાં 25 રન

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 147 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનનાં ખેલાડીઓએ છેલ્લી કેટલીક ઓવરોમાં સારી બેટિંગ કરીને ટીમનાં સ્કોરને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. કેપ્ટન મોહમ્મદ નબીએ 35 રન અને ગુલાબદીન નાયબે 35 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ટોસ હાર્યા બાદ પાકિસ્તાનનાં બોલરોએ અફઘાનિસ્તાન ટીમને શરૂઆતમાં આંચકા આપ્યા હતા અને સમય-સમય પર વિકેટો લેતા રહ્યા હતા. પ્રથમ બેટિંગ કરવા આવતા અફઘાનિસ્તાનની દુબઈની ધીમી પિચ પર સારી શરૂઆત થઈ ન હોતી અને Power Play માં જ તેણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ટીમે હઝરતુલ્લાહ ઝાઝાઈ (0), મોહમ્મદ શહઝાદ (8) અને અસગર અફઘાન (10)ની મદદથી 49 રન જ બનાવ્યા હતા.

આ પણ વાંચો – T20 World Cup / રોનાલ્ડોની નકલ કરતા વોર્નરે પ્રેસ કોન્ફરન્સમાં હટાવી CocaCola ની બોટલ, Video

ટીમની હાલત બગડતી જોઈને કરીમ જનાત અને નજીબુલ્લા ઝદરાને 25 બોલમાં 25 રનની સારી ભાગીદારી નોંધાવી હતી. જે બાદ બન્ને આઉટ થઇ ગયા હતા. જનાતે 17 બોલમાં એક ચોક્કા અને એક સિક્સરની મદદથી 15 રન બનાવ્યા હતા. વળી, ઝદરાએ 21 બોલમાં ત્રણ ચોક્કા અને એક છક્કાની મદદથી 22 રન બનાવ્યા હતા અને શાદાબનાં હાથે આઉટ થયો હતો. તેમની પાછળ આવેલા કેપ્ટન નબી અને નાયબે જોરદાર બેટિંગ કરી અને બંને વચ્ચે 45 બોલમાં 71 રનની ભાગીદારી થઈ. નબીએ 32 બોલમાં પાંચ ચોક્કાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા જ્યારે નાયબે 25 બોલમાં ચાર ચોક્કા અને એક છક્કાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા. આ રીતે અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા.