મુંબઈનાં ગોરેગાંવ વિસ્તારમાંથી એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં ઘરની બહાર બેઠેલી મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. જો કે અહી ચપળતા બતાવીને મહિલાએ લાકડી વડે દીપડાનો સામનો કર્યો અને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, તેમને નાની-મોટી ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – વરસાદ / રાજ્યનાં 209 તાલુકામાં મેઘમહેેર, જૂનાગઢનાં વિસાવદરમાં નોંધાયો સૌથી વધુ 12 ઇંચ વરસાદ
મુંબઈનાં ગોરેગાંવમાં એક વૃદ્ધ મહિલા ફરવા માટે ઘરની બહાર આવી ત્યારે તાકમાં બેઠેલા દીપડાએ હુમલો કર્યો હતો. ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જોઈ શકાય છે કે મહિલા મોડી સાંજે ઘરની બહાર આવી અને થોડી વાર બેઠા બાદ અચાનક તાકમાં બેઠેલા દીપડાએ હુમલો કર્યો અને મહિલા પાછળની તરફ પડી ગઇ હતી. જો કે, પોતાને એક ખતરનાક પ્રાણી દ્વારા હુમલો કરતો જોઈને, વૃદ્ધ મહિલાએ હિંમત ન હારી અને લાકડી વડે તેની સાથે લડવાનું શરૂ કર્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો સતત હુમલો કરી રહ્યો છે પરંતુ મહિલાએ પણ હિંમત ન હારી અને અંતે દીપડાને ભાગવાની ફરજ પાડી. થોડા સમય સુધી મહિલાનો અવાજ સાંભળ્યા બાદ આસપાસનાં લોકો પણ તેની મદદ માટે દોડી આવ્યા હતા. પીડિત મહિલાની ઓળખ 55 વર્ષીય નિર્મલા રામબદન સિંહ તરીકે થઈ છે. ઘટના 29 સપ્ટેમ્બર બુધવારની છે અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
#WATCH | Mumbai: A woman barely survived an attack by a leopard in Goregaon area yesterday. The woman has been hospitalised with minor injuries.
(Visuals from CCTV footage of the incident) pic.twitter.com/c1Yx1xQNV8
— ANI (@ANI) September 30, 2021
આ પણ વાંચો – Political / મનીષ તિવારીએ પોતાની જ પાર્ટી પર કર્યો કટાક્ષ, કહ્યુ- પાકિસ્તાન લઇ શકે છે લાભ
નોંધનીય છે કે, છેલ્લા 15 દિવસમાં ગોરેગાંવમાં દીપડાનાં હુમલાનો આ છઠ્ઠો કેસ છે. નવીનતમ ઘટના આરે કોલોની, ગોરેગાંવ (પૂર્વ) ની CEO ઓફિસની બહાર બુધવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે આ ઘટના બની ત્યારે મહિલા તેના ઘરની બહાર વરંડામાં હાથમાં ટેકાની લાકડી લઈને બેઠી હતી. આ દરમિયાન દીપડો પાછળથી આવ્યો અને તેના પર હુમલો કર્યો હતો. આ હુમલાનાં કારણે તેણીને નાની ઇજાઓ પણ થઈ હતી. સોશિયલ મીડિયા પર મહિલાની હિંમતની પ્રશંસા કરવાની સાથે સાથે તે જંગલી પ્રાણીઓનાં કુદરતી રહેઠાણને ઘટાડવા પર ગુસ્સો વ્યક્ત કરી રહી છે. તેઓ કહે છે કે વસ્તી વસાવવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે અને મનુષ્યોએ પ્રાણીઓનાં કુદરતી નિવાસસ્થાન પર કબજો કરી લીધો છે.
