Ahmedabad News/ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ડ્રાઇવ, 50થી વધારે મહિલાઓનું ફ્રીમાં ચેકઅપ

અમદાવાદના નિકોલમાં અવેર એલી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News : અમદાવાદના નિકોલ વિસ્તારમાં મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં કુત્રિમ ખોરાક અને અચોક્કસ જીવન શૈલીના કારણે મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની રહી છે. ત્યારે અવેર એલી ફાઉન્ડેશન દ્વારા 50થી વધારે મહિલાઓના ફ્રી મેડિકલ ચેકઅપનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદના નિકોલ વિસ્તારમાં અવેર એલી ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ડ્રાઇવમાં 50થી વધુ મહિલાઓએ ફ્રી મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. વધતા જતા જીવનશૈલીના રોગો અને ખોરાકમાં થતા ફેરફારોને કારણે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં નિકોલ વોર્ડના મહિલા કોર્પોરેટર વિલાસબેન દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક બિઝનેસમેન સંજય પટેલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી અને મહિલાઓને કેન્સરને લગતી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અવેર એલી ફાઉન્ડેશનના ડાયરેક્ટર જોલીબેન શેઠે આ કાર્યક્રમની સફળતા બદલ તમામ સ્વયંસેવકો અને સહયોગીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આવી સમાજસેવાના કાર્યો કરવા માટે ફાઉન્ડેશન હંમેશા તત્પર રહેશે.

@Vishal Mehta, Ahmedabad


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં HMPV બીજો કેસ, 80 વર્ષના વૃદ્ધનો કેસ, સેમ્પલને ગાંધીનગર મોકલાયું

આ પણ વાંચો: અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટમાં વાહન પાર્ક કરવા નહીં મળે જગ્યા

આ પણ વાંચો: બ્રેસ્ટ કેન્સર જીવલેણ બની શકે છે, આ શરૂઆતના લક્ષણો ઓળખો અને તાત્કાલિક સારવાર લો, જાણો નિષ્ણાતો પાસેથી