Gujarat News/ વરસાદ છેલ્લા બે નોરતામાં ખાબકે તો નવાઈ નહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ચાર દિવસની આગાહી

અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ

Top Stories Gujarat

Gujarat News : રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ અરબ સાગરમાં સર્જાયેલી એક સિસ્ટમને કારણે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિના હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે જ વરસાદની આગાહી થતાં ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. તો બીજી તરફ વરસાદ ધરતીપુત્રોની પણ મુશ્કેલી વધારી શકે છે. વરસાદની આગાહી વચ્ચે આજે સવારના સમયે અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં.

ભાવનગર શહેર અને જિલ્લામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જેને પગલે શેરી ગરબાના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી છે.કચ્છમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ઉષ્ણ તાપમાનનો પારો સતત મહત્તમ સ્તરે નોંધાઈ રહ્યો છે, જેની સીધી અસર વાતાવરણમાં સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. દિવસ દરમિયાન સખત તાપ પડવાથી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો બપોરના સમયે જિલ્લાના અનેક સ્થળે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. આજે સતત બીજા દિવસે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જેથી માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા હતા. જ્યારે કેટલાક સ્થળે ભારે પવન પણ ફૂંકાયો હતો.

ભુજ માંડવી અને અબડાસા તાલુકામાં વરસેલા ઝાપટાંથી ખેતી અને નવરાત્રિને અસર પહોંચવાની સંભાવના સંબધિત લોકો માટે ચિંતાનું કારણ બની છે. ખડીરના બેટના ધોળાવીરામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં આજ સવારથી વરસાદી માહોલ છવાયો છે. ધરમપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. વલસાડ શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. જેથી ગરબા રસિકો અને નવરાત્રિના આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. વલસાડ શહેરના મોંઘાભાઈ હોલ, તડકેશ્વર મહાદેવ મંદિરના ગોકુલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ સહિત નવરાત્રિના આયોજકોમાં વરસાદને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.રાજ્યમાં આ વર્ષે તમામ ઝોનમાં સરેરાશ કરતા ચોમાસુ સારુ રહ્યું છે. રાજયમાં સિઝનનો સરેરાશ 138 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન વાઈઝ વરસાદના આંકડાની વાત કરીએ તો, કચ્છ ઝોનમાં 185 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 115 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 133 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 148 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 142 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 12 તાલુકાઓમાં વરસાદ નોંધયો છે. જેમાં અમરેલીના જાફરાબાદમાં સૌથી વધુ 15 મિમિ જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12 મિમી વરસાદ નોંધાયો હતો. આ સિવ્યાના અન્ય 10 તાલુકામાં 1 મિમીથી 7 મિમી સુધીનો વરસાદ નોંધાયો હતો.અરબ સાગરમાં સર્જાયેલી એક સિસ્ટમના કારણે રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.અમરેલીના જાફરાબાદ ઉપરાંત રાજુલા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. રાજુલા શહેર ઉપરાંત ચૌત્રા, બારપટોળી, ખાખબાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠા​​​​​​​વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમરેલીના કોસ્ટવિસ્તારમાં આવેલા જાફરાબાદમાં આજે બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં આજે ભારે વરસાદ આવશે, ખેલૈયાની બગડશે નવરાત્રી

આ પણ વાંચો: રાજ્યમાંથી વરસાદે હજુ વિદાય લીધી નથી

આ પણ વાંચો: જૂનાગઢમાં છુટોછવાયો વરસાદ નોંધાયો, નોરતાના છેલ્લા દિવસ સુધી રહેશે વરસાદ