Business News/ નસીબ હોય તો આવા! ક્રિપ્ટો એક્સચેન્જની ભૂલથી 249 યુઝર્સ રાતોરાત બન્યા અબજોપતિ

Bithumb Crypto Exchange Mistake: દક્ષિણ કોરિયાના બિથમ એક્સચેન્જે ભૂલથી 249 ગ્રાહકોને 166 મિલિયન ડોલરના બિટકોઈન મોકલી દીધા. ટાઈપિંગ એરરને કારણે થયેલા આ છબરડાથી દુનિયાભરમાં ચર્ચા.

Top Stories Business
Bithumb Crypto Exchange Mistake

Bithumb Crypto Exchange Mistake: ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગમાં એક મોટી અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. દક્ષિણ કોરિયાના ક્રિપ્ટો એક્સચેન્જ બિથમ (Bithumb) ની એક નાનકડી ભૂલને કારણે 249 ગ્રાહકોના નસીબ ખુલી ગયા હતા. એક્સચેન્જે ભૂલથી આ ગ્રાહકોના ખાતામાં અબજો રૂપિયાના બિટકોઈન ટ્રાન્સફર કરી દીધા હતા, જેના કારણે ક્રિપ્ટો માર્કેટમાં પણ થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.

Bithumb Crypto Exchange Mistake

શું હતી આ મોટી ભૂલ?

મળતી માહિતી મુજબ, બિથમ એક્સચેન્જ દ્વારા શુક્રવારે સાંજે એક પ્રમોશનલ ઈવેન્ટ રાખવામાં આવી હતી. આ ઈવેન્ટના વિજેતા 249 યુઝર્સને ઈનામ તરીકે ‘કોરિયન વોન’ (દક્ષિણ કોરિયાનું ચલણ) મોકલવાનું હતું. પરંતુ, એક્સચેન્જના એક કર્મચારીની ટાઈપિંગ ભૂલને કારણે ‘વોન’ ની જગ્યાએ ‘BTC’ (બિટકોઈન) યુનિટ ટાઈપ થઈ ગયું. પરિણામે, યુઝર્સને પૈસાને બદલે કિંમતી બિટકોઈન મળી ગયા.

એક-એક યુઝરના ખાતામાં આવ્યા ₹6 કરોડથી વધુ

આ ભૂલને કારણે 249 યુઝર્સના ખાતામાં કુલ 6,20,000 બિટકોઈન જમા થઈ ગયા. સરેરાશ ગણતરી કરીએ તો, દરેક યુઝરને 2490 બિટકોઈન મળ્યા હતા, જેની કિંમત આશરે 166 મિલિયન ડોલર (આશરે 1500 કરોડ રૂપિયા) જેવી તોતિંગ થવા જાય છે. આટલી મોટી રકમ ખાતામાં આવતા જ કેટલાક યુઝર્સે તો તુરંત બિટકોઈન વેચવાનું પણ શરૂ કરી દીધું હતું.

Bithumb Crypto Exchange Mistake

125 બિટકોઈન હજુ પણ પાછા ન મળ્યા

જેવી એક્સચેન્જને પોતાની ભૂલ સમજાઈ, તેમણે ૩૫ મિનિટમાં જ ટ્રેડિંગ અને વિડ્રોઅલ (પૈસા ઉપાડવા) પર રોક લગાવી દીધી. એક્સચેન્જ મોટાભાગના બિટકોઈન (આશરે 6,18,212) પાછા ખેંચવામાં સફળ રહ્યું છે. જોકે, હજુ પણ 125 બિટકોઈન એક્સચેન્જ પાછા મેળવી શક્યું નથી, જે યુઝર્સ દ્વારા વેચી દેવામાં આવ્યા અથવા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.

ગ્રાહકોને મળશે વળતર

આ ગરબડને કારણે જે યુઝર્સે ગભરાટમાં આવીને પોતાના સિક્કા વેચી દીધા હતા, બિથમ એક્સચેન્જે તેમને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનું નક્કી કર્યું છે. કંપની તેમને નુકસાનની રકમ સાથે 10 ટકા વધારાનું વળતર


આ પણ વાંચો:  ક્રિપ્ટો માર્કેટમાં કોહરામ!: 24 કલાકમાં 16 લાખ કરોડ સ્વાહા, બિટકોઈન અને અને ઇથેરિયમમાં 6% ગાબડું

આ પણ વાંચો: રોકાણકારોમાં ભારે કન્ફ્યુઝન! ચાંદીમાં એક મહિનામાં 36% નો ઉછાળો, બિટકોઈન સુસ્ત!

આ પણ વાંચો: આ વર્ષે પહેલી વાર બિટકોઈન નેગેટિવ થયો, એક મહિનામાં આકાશમાંથી જમીન પર પટકાયો