Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ CM રૂપાણી દ્વારા યોજાઇ પ્રેસ કોન્ફરન્સ, સરકારના કામનાં આપ્યા આવા લેખા જોખા

ગુજરાતમાં 6 બેઠકોની પેટા ચૂંટણીને લઇને રાજકીય ધમધમાત શરૂ થઇ ગયો છે અને કોંગ્રેસ અને ભાજપ બનેં પક્ષો દ્વારા પેટા ચૂંટણી માટે મુરતીયા શોધવાનું શરૂ કરી દીધું છે. બનેં પક્ષે આમતો દરેક બેઠક માટે ટિકીટ વાંચ્છુકોની લાંબી લાઇન જોવામાં આવી રહી છે. અને તમામ ઉમેદવારો દ્રારા પાત પોતાની ઉમેદવારીનાં પ્રબળ દાવા રજૂ કરવાની સાથે સાથે […]

September 24, 2019September 24, 2019Bhavesh Vyas
Top Stories Gujarat

ગુજરાતમાં 6 બેઠકોની પેટા ચૂંટણીને લઇને રાજકીય ધમધમાત શરૂ થઇ ગયો છે અને કોંગ્રેસ અને ભાજપ બનેં પક્ષો દ્વારા પેટા ચૂંટણી માટે મુરતીયા શોધવાનું શરૂ કરી દીધું છે. બનેં પક્ષે આમતો દરેક બેઠક માટે ટિકીટ વાંચ્છુકોની લાંબી લાઇન જોવામાં આવી રહી છે. અને તમામ ઉમેદવારો દ્રારા પાત પોતાની ઉમેદવારીનાં પ્રબળ દાવા રજૂ કરવાની સાથે સાથે શક્તિ પ્રદર્શન પણ પોત પોતાની રાતે કરવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા ગાંધીનગર ખાતે આવનારી પેટા ચૂંટણીને લઇને CM વિજય રૂપાણી દ્વારા પ્રેસકોન્ફરન્સ યોજવામાં આવી હતી.

પેટા ચૂંટણીને લઈને ભાજપની પત્રકાર પરિષદમાં CM વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી દ્વારા રાજ્યની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ, મંદી અને મેક ઈન ઈન્ડિયાથી લોકોને સુલભ રોજગારી વિશે વાત કરી હતી. CMએ જણાવ્યું કે દેશ હિતમાં સરકારે અનેક નિર્ણયો કર્યા છે અને આ નિર્ણયોથી વેપારમાં વધારો થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

CM રુપાણીએ જણાવ્યું કે જો વૈશ્વિક તુલનાં કરવામાં આવે તો, વિશ્વમાં સૌથી ઓછો ટેક્સ ભારતમાં છે. સરકાર દ્વારા જે સુધારાઓ હાલમાં કરવામાં આવ્યા છે તેનાથી મોટી સંખ્યામાં ભારતમાં રોકાણ આવશે. આને સીધો લાભ સામાન્ય લોકોને થાય તેવા નિર્ણયો અને પગલા સરકારે ભર્યા છે.  કોર્પોરેટ ટેક્સ ઘટાડી સરકારે તમામને રાહત આપવાની સાથે સાથે ઉદ્યોગ જગતને નવી ગતી આપી છે.

CM રુપાણી દ્વારા જણાવવામાં આવ્યું કે, સરકારનાં નવા સુધારાનો સૌથી વધુ લાભ અને સૌથી વધુ રોકાણ ગુજરાતમાં આવે તેવા પ્રયાસ ગુજરાત સરકાર પણ કરી રહી છે. સરકાર દ્વારા બહારનાં લોકો અને ઉદ્યોગકારોને અહીં વેપાર કરવા અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકો અહીં વેપાર માટે આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, રેપોરેટ ઘટાડી વ્યાજદર ઘટાડવાનાં પ્રયાસ કરવામાં આવ્યા છે. જેનાથી મહત્મ ફાયદો થશે. નાના ઉદ્યોગો માટે નવા નિયમો બનાવ્યા છે અને અનેક વેપારને બળ આપતા નિર્ણય લેવામાં આવી રહ્યા છે, જેથી કરીનો વેપારમાં વધારો થાય.  બાંધકામ ઉદ્યોગને વેગ મળતા રોજગારી પણ વધશે. તો સાથે સાથે GSTની બાકી ચૂકવણી 30 દિવસમાં પૂર્ણ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

ખેડૂતો માટે પેન્શન યોજના શરૂ કરાઈ છે. સરકારના પ્રયત્નોથી ફુગાવો વધ્યો નથી. પરંતુ સરકારનાં નવા નિયમોને કારણે હવે કોઈ કંપનીની મોનોપોલી રહી નથી. બેંકોમાં પણ હરિફાઈ ચાલે છે. અને સરકારી તંત્ર પણ હવે કોર્પોરેટની લયમાં કામ કરતું થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન

Post navigation

અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને સરકારી પાંજરે પૂરવાની કવાયત શરૂ કરાઇ
મુંબઇમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, ઘણા લોકો દટાયા હોવાની આશંકા

More Posts

Vaccine/ ભારતની Covaxinને WHO તરફથી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી, જાણો શા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે

November 3, 2021November 3, 2021padma prajay
Ahmedabad Luxury Bus: અમદાવાદમાં 7 જગ્યાએ ખાનગી બસોના ખડકલા, ટ્રાફિક નિયમોના ધજાગરા

Ahmedabad News/ શાહીબાગ-નરોડાથી SG હાઈવે સુધી લક્ઝરી બસોનો ત્રાસ! પ્રતિબંધિત સમયમાં પણ અવરજવર યથાવત

August 27, 2026Jaymin Dhiman

મુશળધાર વરસાદ/ પંચમહાલ જિલ્લામાં મુશળધાર વરસાદ,રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાતા રહીશોને હાલાકી

July 26, 2021Bhavini vasani
કેનાલમાં ન્હાવા

Anand/ ગરમીથી બચવા કેનાલમાં ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબ્યા, બેના મોત

May 4, 2022May 4, 2022Maya Sindhav

Business/ વેચાવા જઈ રહી છે અનિલ અંબાણીની આ કંપની, અદાણી સહિત આ 14 છે ખરીદદારો

March 13, 2022garima rao

Surat/ બોરસરા GIDCમાં મધરાતે ભીષણ આગ, ફાયરબ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે

November 3, 2020November 3, 2020padma prajay

Sunita Williams/ સુનિતા વિલિયમ્સ મુશ્કેલીમાં, NASA બોઇંગ કેપ્સ્યુલનો ઉપયોગ કરશે નહીં, હવે પરત કેવી રીતે થશે?

August 25, 2024Mansi Panara

VADODRA NEWS/ વડોદરામાં શિક્ષણના નામે વેપલો,શાળામાં જ ચાલી રહ્યો હતો જ્ઞાનમંજરીનો ટ્યુશન કલાસ

September 19, 2025September 19, 2025Panara Mansi

Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.09 લાખ કોરોનાનાં કેસ નોંધાયા, સતત ત્રીજા દિવસે મૃત્યુઆંકમાં વધારો

January 31, 2022January 31, 2022hardik shah

Delhi News/ JNUમાં ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના સ્ક્રિનિંગ દરમિયાન હંગામો, PM મોદીએ ફિલ્મની કરી પ્રશંસા

December 13, 2024December 13, 2024Heena Dave
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy