Not Set/ અમદાવાદ ક્રાઈમબ્રાંચનું સફળ ઓપરેશન, 56 લાખના લાંચ કેસમાં ડો.કનૈયાલાલ દેત્રોજા સકંજામાં

અમદાવાદ, અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લીમીટેડના મેનેજીંગ ડીરેક્ટર ડોકટર કનૈયાલાલ સુંદરજી દેત્રોજાને ઝડપી લીધો હતો. એસીબી દ્વારા ગાંધીનગર ખાતેની જમીન વિકાસ નીગમની કચેરી પર રેડ પાડી રુપીયા 56 લાખની લાંચની રકમ સાથે ચાર લાંચિયા અધિકારીને ઝડપી લીધા હતા. જે કેસમાં વોન્ટેડ કનૈયાલાલ એસજી રોડ પરના સોલા ભાગવત વિધ્યાપિઠ પાસેથી કારમાં પસાર […]

Top Stories

અમદાવાદ,

અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લીમીટેડના મેનેજીંગ ડીરેક્ટર ડોકટર કનૈયાલાલ સુંદરજી દેત્રોજાને ઝડપી લીધો હતો. એસીબી દ્વારા ગાંધીનગર ખાતેની જમીન વિકાસ નીગમની કચેરી પર રેડ પાડી રુપીયા 56 લાખની લાંચની રકમ સાથે ચાર લાંચિયા અધિકારીને ઝડપી લીધા હતા.

જે કેસમાં વોન્ટેડ કનૈયાલાલ એસજી રોડ પરના સોલા ભાગવત વિધ્યાપિઠ પાસેથી કારમાં પસાર થવાનો હોવાની બાતમી મળતાં ક્રાઈમબ્રાચની ટીમે વોચ ગોઠવી હતી.આ દરમીયાન ક્રાઈમબ્રાંચની ટીમે કનૈયાલાલની કારને રોકવા પ્રયાસ કર્યો હતો. કનૈયાલાલે પોલીસ ટીમને કારની ટક્કર મારવા પ્રયાસ કર્યો હતો. કનૈયાલાલની અટકાયત કરી એસીબીને સોંપવામાં આવ્યો હતો.

ગાંધીનગરના સેક્ટર  30 ખાતે આવેલી ગુજરાત જમીન વિકાસ નીગમ લીમીટેડની કચેરી એસીબી ટીમે એક સપ્તાહ પહેલાં રેડ પાડી હતી.એસીબી ટીમે કચેરીના ટેબલ અને અન્ય સ્થલો પર તપાસ કરતાં 56 લાખ રુપીયાની રોકડ રકમ મળી આવતાં એસીબી ટીમ ચોંકી ઉઠી હતી. એસીબી ટીમે કરોડો રુપીયાનો ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓ અને કર્માચારીઓ પર તવાઈ લાવી દીદી હતી.

એસીબી ટીમે જમીન વિકાસ નીગમના એમ ડી કે સી પરમાર સહિત પાંચ લાંચીયા અધિકારીઓની ધરપકડ કરી સનસનાટી મચાવી દીધી હતી. જે કેસમાં જમીન વિકાસ નિગમના એમડી ડોકટર કનૈયાલાલ સુંદરજી દેત્રોજા ફરાર હતા. ક્રાઈમબ્રાચને બાતમી મળી હતી કે દેત્રોજા પોતાની કાર લઈને એસજી રોડ પરના સોલા ભાગવતત પાસેથી પસાર થવાના છે.

જેના આધારે ક્રાઈમબ્રાંચની ટીમે સોલા ભાગવત વિધ્યાપીઠ પાસે વોચ ગોઠવી ગતી.આ દરમીયાન દેત્રોજાની કાર આવી રહી હતી.જે કારને પોલીસ ટીમે રોકવાનો પ્રયાસ કરતાં દેત્રોજાએ કાર અટકાવવાના બદલે પોલીસને થાપ આપી ભાગી છુટવા પ્રયાસ કર્યો હતો.