Ahmedabad News/ સરકાર વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરશે

રાજ્ય સરકાર વર્ષ 2026-27 માટે ખેડૂતો પાસેથી ચણા અને રાઈ પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતો 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે.

Gujarat Ahmedabad
CHANA

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ચણા અને રાઈ પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળી રહે અને આર્થિક સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

સરકાર દ્વારા ચણા રૂ. 5,875 પ્રતિ ક્વિન્ટલ (1,175 પ્રતિ મણ) અને રાઈ રૂ. 6,200 પ્રતિ ક્વિન્ટલ (1,240 પ્રતિ મણ) ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

13 ફેબ્રુઆરીથી ઓનલાઇન નોંધણી શરૂ

રાજ્યના ચણા અને રાઈ પકવતા ખેડૂતો 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ, 2026 દરમિયાન ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રો પરથી “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે. નોંધણી પ્રક્રિયા આધાર ઓથેન્ટિકેશન દ્વારા થશે અને VCE દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે.

પૂરતી ખરીદી માટે આગોતરૂ આયોજન

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ભારત સરકારની પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PSS) યોજના હેઠળ ગુજરાતમાં ચણા અને રાઈ પાકોની ખરીદી કરવામાં આવશે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં પાક ખરીદી કરવામાં આવશે અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

મંત્રીએ ખેડૂતોને અપીલ કરી છે કે, ટેકાના ભાવે ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે સમયસર નોંધણી કરાવે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે રવિ પાકોના ટેકાના ભાવ વાવેતર પહેલાં જ જાહેર કરવામાં આવ્યા હતા, જેથી ખેડૂતોને ખેતી આયોજનમાં સહાય મળે


આ પણ વાંચો:હાર્દિક પટેલને મોટી રાહત, 2018 નિકોલ પોલીસ કેસ પરત ખેંચવાની પ્રક્રિયા તેજ 

આ પણ વાંચો:હત્યા ભાણવડમાં ઘરેલુ ઝઘડો હત્યામાં ફેરવાયો, પતિની ધરપકડ કરવામાં આવી

આ પણ વાંચો:ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP રીમા ઝાલા પર ગંભીર આરોપ