Gujarat rainforecast/ સાઇક્લોનિક સિસ્ટમ શરૂ થતાં ગુજરાતમાં બેથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં મંગળવારે વરસાદી વાતાવરણ જળવાયેલું રહેશે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના લીધે મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજના દિવસ દરમિયાન હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પડશે તેવી આગાહી છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News:  રાજ્યમાં મંગળવારે વરસાદી વાતાવરણ જળવાયેલું રહેશે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના લીધે મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજના દિવસ દરમિયાન હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પડશે તેવી આગાહી છે. આગામી બેથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ફરી પાછી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાનું આ આગાહીમાં જણાવાયું છે.

સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે એટલે કે બુધવારે સાબરકાંઠા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં અતિ બારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બે દિવસ બાદ મેઘરાજા વિરામ લેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 23 ટકા વધુ વરસાદ છે.

સૌરાષ્ટ્રમાં ભારેથી વરસાદ

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 થી 24 ઓગસ્ટમાં દરમિયાન રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. આ તરફ બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી આવા પાંદડાઓનું નાશ કરવો હિતાવહ રહેશે. 30 ઓગસ્ટ સુધી રાજસ્થાન અને ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. વર્તમાન સમયમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે

આ પણ વાંચો:વલસાડમાં ઉદવાડા દરિયા કિનારે 11 કિલોથી વધુ ચરસ મળી આવ્યું

આ પણ વાંચો:વાપીમાં જમીનનાં સોદામાં બિલ્ડરે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુ, અંતે થઈ ધરપકડ