@મયુર
Vapi News: વાપીમાં એક નામચીન બિલ્ડરે પોતાની જ ઓફિસમાં જમીનના એક સોદામાં ભાગીદારો સામે ફાયરિંગ કરવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. પોતાની જ ઓફિસમાં જમીન ખરીદનાર ભાગીદારો પર એક પછી એક ધડાધણ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જાણ થતાં જ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી આરોપી બિલ્ડરની ધરપકડ કરી હતી.
વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા શાંતિ કોમ્પલેક્ષના પહેલા માળે આવેલી એક ઓફિસમાં ફાયરિંગની ઘટના બની હતી. બનાવની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લા ભરના પોલીસના અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને તપાસ હાથ ધરી હતી.ઓફિસમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું હતું.આથી સમગ્ર પ્રકરણને ગંભીતાથી લઈ પોલીસે તપાસ કરતા આ ઓફિસ વાપીના નામચીન મનાતા ગિરિરાજસિંહ જાડેજા નામના બિલ્ડર ની ઓફિસ હતી. અને જે લોકો પર ફાયરિંગ થયું હતું તે લોકો શિવ શક્તિ ડેવલોપર્સ નામની પેઢીના ભાગીદારો હતા.
પેઢીના ભાગીદારોએ વર્ષ 2019 માં ગિરિરાજસિંહ જાડેજા પાસેથી છરવાડામાં આવેલી એક જમીનનો સોદો કર્યો હતો. જોકે જે તે વખતે બંને પક્ષો વચ્ચે થયેલા કરાર મુજબ મોટી રકમની ચુકવણી પણ થઈ હતી .જોકે ત્યારબાદ પણ લાંબા સમય સુધી ગિરિરાજસિંહ જાડેજાએ જમીન ખરીદનાર પેઢીના પાર્ટનરોને ના નામે જમીનનો દસ્તાવેજ નહોતો કરી આપ્યો. આ અંગે અવારનવાર પેઢી દ્વારા ગિરિરાજ સામે માંગ કરતા આખરે 2023 માં ગિરિરાજ જાડેજાએ શિવ શક્તિ ડેવલોપર્સ નામની પેઢીના નામે દસ્તાવેજ કરી આપ્યો હતો.
જોકે ત્યારબાદ થોડા સમયમાં જ આ સોદો કરેલી જમીન જમીનની સરકારી ચોપડે એન્ટ્રી પડે એ પહેલા જ એ જમીન પર ગિરિરાજ જાડેજાએ અંદાજે સવા બે કરોડથી વધુ એક બેંક નો બોજો પડાવી દીધો હતો. જેની ભાગીદારી પેઢીને જાણ થતા વિવાદ શરૂ થયો હતો. અને મામલો આટલો ગંભીર બનતા આખરે ગિરિરાજ એ જમીન ખરીદનાર પેઢીના ભાગીદારોની સામે જ પોતાની ઓફિસમાં ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી ભાગીદારોએ પોલીસને જાણ કરતા જ સમગ્ર હકીકત બહાર આવી હતી.
ફાયરિંગ કર્યા બાદ ગિરિરાજ જાડેજા ફરાર થવાની ફિરાક માં હતો .એ પહેલા આજે ભાગીદારોએ પોલીસને જાણ કરતા જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હથિયાર સાથે ગિરિરાજ જાડેજાને ઓફિસમાં જ દબોચી લીધો હતો. અને ત્યારબાદ તપાસનો ધમધમાટ માર્ગ શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ઓફિસમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું બહાર આવ્યું હતું.જોકે ગિરિરાજ પોતાની લાઇસન્સ વાળી જ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હોવાનું જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપીના ઘરે તપાસ કરતાં વધુ એક લાયસન્સ વાળું હથિયાર પણ કબજે કર્યું હતું .અને ગિરિરાજ વિરૂદ્ધ જાનથી મારી નાખવાની ધમકી અને આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે
આ પણ વાંચો:વલસાડમાં ઉદવાડા દરિયા કિનારે 11 કિલોથી વધુ ચરસ મળી આવ્યું
આ પણ વાંચો:હીરા ઉદ્યોગ સંકટ: સુરતમાં આત્મઘાતી હેલ્પલાઈન પર 1,600 કોલ આવ્યા