Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવશે. અમદાવાદમાં ‘હર ઘર તિરંગા યાત્રા’ને લીલી ઝંડી આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘હર ઘર તિરંગા યાત્રા સાંજે 4:30 કલાકે વિરાટનગર વિસ્તારમાં યોજાશે. આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

હર ઘર તિરંગા યાત્રામાં 50 હજારથી વધુ લોકો જોડાય તેવી સંભાવના છે. આ યાત્રામાં આઝાદીના 78 વર્ષના સંદર્ભે 10 જેટલા ટેબ્લો પણ રાખવામાં આવશે. દેશની આઝાદીના 78મા વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 ઓગસ્ટ પહેલા શહેરમાં વિરાટનગરથી નિકોલ સુધીની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શરૂઆત કરાવશે.
અમદાવાદના વિરાટનગરના કેસરીનંદન ચોક થઈ બેટી બચાવો સર્કલ વિરાટનગર ઝોનલ ઓફિસથી ઉત્તમનગર ખોડિયાર મંદિરથી કોઠિયા હોસ્પિટલ થઈ કેનાલ ક્રોસ કરીને જીવણવાડી સર્કલ થઈ ખોડિયાર મંદિર નિકોલ સુધી તિરંગા યાત્રા યોજાશે.
આ પણ વાંચો:વલસાડમાં ઉદવાડા દરિયા કિનારે 11 કિલોથી વધુ ચરસ મળી આવ્યું
આ પણ વાંચો:હીરા ઉદ્યોગ સંકટ: સુરતમાં આત્મઘાતી હેલ્પલાઈન પર 1,600 કોલ આવ્યા
