Valsad News/ વલસાડમાં ઉદવાડા દરિયા કિનારે 11 કિલોથી વધુ ચરસ મળી આવ્યું

વલસાડ જિલ્લાના ઉદવાડાના દરિયા કિનારેથી પોલીસને મોટી માત્રામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં પોલીસને એક પછી એક 10 પેકેટથી……..

Top Stories Gujarat Breaking News

@મયુર

Valsad News: વલસાડ જિલ્લાના ઉદવાડા ગામ નજીક આવેલા દરિયા કિનારેથી 11 કિલો 800 ગ્રામ ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા છે. ચરસના આ પેકેટ માછીમારને મળતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. વલસાડ જિલ્લાને ચરસના પેકેટ વિશે બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

વલસાડ જિલ્લાના ઉદવાડાના દરિયા કિનારેથી પોલીસને મોટી માત્રામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં પોલીસને એક પછી એક 10 પેકેટથી વધુનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આથી મામલાને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. ચરસના પેકેટ પર નાર્કો વિશે અને ઉર્દુ ભાષામાં લખાણ લખેલ હતું

જોકે સૌપ્રથમ વખત આ રીતે ચરસનો જથ્થો મળતા જ પોલીસે મામલાને ગંભીતાથી લઈ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં સઘન તપાસ હાથ સરું કરી છે.અને દરેક કિનારે ફરી ફરી પોલીસ જવાનોએ હજુ પણ કોઈ ચરસનો જથ્થો મળે છે કે કેમ તે અંગે તપાસ સરું કરી છે. જો કે સૌપ્રથમ વખત જિલ્લામાં આટલી મોટી માત્રામાંથી ચરસનો જથ્થો મળતા જિલ્લા પોલીસ દ્વારા એટીએસને પણ જાણ કરવામાં આવી છે.

હજુ પણ દરિયા કિનારે વધુ ચરસનો જથ્થો મળવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ પહેરો અને પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

આ પણ વાંચો: સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!

આ પણ વાંચો: પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં