Not Set/ લશ્કર એ તોયબાના પ્રવક્તાએ ભારતને કેવી ચેલેન્જ આપી,વાંચો

જમ્મુ એક બાજુ ભારતીય સેના કાશ્મીર ઘાટીમાં આતંકીઓનો સફાયો કરવામાં લાગી છે, તો બીજી બાજુ મુંબઈ હુમલાને અંજામ આપનાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ ભારતીય સુરક્ષાદળોને લલકાર્યા છે. લશ્કર-એ-તોયબાનુ કહેવુ છે કે આ વર્ષ કાશ્મીર ઘાટીમાં ભારતીય સુરક્ષાદળો માટે ખૂબ જ મુશ્કેલભર્યુ રહેશે. લશ્કરના ઓનલાઈન મેગેઝિનમાં સંગઠનના પ્રવક્તા ડો.અબ્દુલ્લા ગજનવીનો ઈન્ટરવ્યુ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અંગ્રેજી સમાચાર પત્રમાં જણાવ્યા મુજબ,  આ […]

Top Stories World Trending

જમ્મુ

એક બાજુ ભારતીય સેના કાશ્મીર ઘાટીમાં આતંકીઓનો સફાયો કરવામાં લાગી છે, તો બીજી બાજુ મુંબઈ હુમલાને અંજામ આપનાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ ભારતીય સુરક્ષાદળોને લલકાર્યા છે. લશ્કર-એ-તોયબાનુ કહેવુ છે કે આ વર્ષ કાશ્મીર ઘાટીમાં ભારતીય સુરક્ષાદળો માટે ખૂબ જ મુશ્કેલભર્યુ રહેશે. લશ્કરના ઓનલાઈન મેગેઝિનમાં સંગઠનના પ્રવક્તા ડો.અબ્દુલ્લા ગજનવીનો ઈન્ટરવ્યુ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

અંગ્રેજી સમાચાર પત્રમાં જણાવ્યા મુજબ,  આ ઈન્ટરવ્યુમાં આતંકી ગજનવીએ દાવો કર્યો છે કે લશ્કર-એ-તોયબા સામાન્ય લોકોનો સંઘર્ષ છે અને સંગઠન જમ્મુ-કાશ્મીરની જનતાના વિચારોનુ પ્રતિનિધિત્વ કરે છે.  ઈન્ટરવ્યુમાં ગજનવી તરફથી જણાવાયુ છે કે વર્ષ ૨૦૧૮ કાશ્મીર ઘાટીમાં ભારતીય સુરક્ષાદળો માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થશે.

લશ્કર પ્રવક્તાએ એક રીતે ભારતીય સુરક્ષા જવાનોને સીધી ધમકી આપી છે. ગજનવીએ ફરી એકવાર કાશ્મીરની પરિસ્થિતિ પર પોતાનુ સમર્થન આપ્યુ. તેણે જણાવ્યુ કે, પાકિસ્તાનમાં કાશ્મીરના સંઘર્ષને ટેકો આપવો એ અમારા માટે નૈતિક અને કાયદાકીય જવાબદારી છે. અમે અમારા આ એજન્ડાને પુરો કરીશું.

આપને જણાવી દઈએ કે, કાશ્મીરમાં આતંકીઓ સામે સેનાએ ઓપરેશન ઓલઆઉટ ફરી શરુ કરી દીધુ છે. ૨૦૧૭માં આ ઓપરેશનને લોન્ચ કર્યા બાદ ભારતીય જવાનોએ મોટી સંખ્યામાં આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.