Surat News: સુરતમાં દેશના અત્યાર સુધીના સૌથી મોટા રૂ. 1,550 કરોડના USDT હવાલા કૌભાંડ કેસમાં ઉધના પોલીસે દોઢ લાખ પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. ભારતના સૌથી મોટી સાઇબર ફ્રોડમાં અત્યાર સુધીની સૌથી મોટી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.
આ કૌભાંડમાં કુલ 165 બેન્ક ખાતામાં કરોડો રૂપિયાના કૌભાંડ આચરવામાં આવ્યા હતા. આ આખા પ્રકરણમાં ઇડીની તપાસનો ધમધમાટ પણ યથાવત્ જ છે. આ કેસને સંલગ્ન સાઇબર ફ્રોડમાં સમગ્ર દેશમાંથી કુલ 2,500 ફરિયાદ મળી છે.
સુરતમાં ઉધના પોલીસે વાહન ચેકિંગમાં એક યુવકને રોક્યો હતો. તેની પાસેથી કારની તપાસ કરતાં શંકાસ્પદ બેન્ક ખાતાની કિટ મળી હતી. તેના પગલે પોલીસે યુવાનને અટકાયતમાં લીધો હતો. પોલીસની ચાર્જશીટમાં 200થી વધુ સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા છે.
આ કૌભાંડમાં મુખ્ય આરોપી મકબૂલ ડોક્ટર દુબઈ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન પણ જઈ આવ્યો છે. તેનો એક પુત્ર બેઝમ હાલ વોન્ટેડ ગુનેગાર છે. તે દુબઈમાં હોવાનું માનવામાં આવે છે. ઇડી આ આરોપીઓ કોના સંપર્કમાં હતા અને કઈ રીતે યુએસડીટી (ક્રિપ્ટોકરન્સી)થી રૂપિયા મોકલતા હતા તેની તલસ્પર્શી ધોરણે તપાસ કરવામાં આવી રહી છે.
ઇડી પોલીસ પાસેથી પણ દસ્તાવેજો અને બેન્ક ખાતાની વિગતો મેળવી રહી છે. તેમા પણ તે કૌભાંડીઓના નાણાકીય વ્યવહારના તાર એક પછી એક મેળવી રહી છે. તે ટ્રાન્ઝેકશનની ચેઇનને જોડવા પર ભાર મૂકી રહ્યા છે. આ ઉપરાંત ડોક્ટર મકબૂલ પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ જઈ આવ્યો છે અને તેની પાસે બંનેના કનેકશન હોવાનું કહેવાય છે. આ કૌભાંડમાં હવે દુબઈ, પાકિસ્તાન અને બાગ્લાદેશ જેવા દેશોના નામ ખૂલતા તેના પગલે આ તપાસમાં એનઆઇએ પણ જોડાઈ શકે છે.
