india news/ ફ્લાહારી મહારાજનો દાવો- સેવાદારના ખાતામાંથી આપ્યા હતા 2 કરોડ અને રોકડ 3 કરોડ

ફ્લાહારી મહારાજે દાવો કર્યો છે કે વિરાટ કોહલી (Virat Kohli controversy)ને પ્રેમાનંદ મહારાજના દર્શન માટે 5 કરોડ ચૂકવાયા હતા. 2 કરોડ ખાતામાંથી અને 3 કરોડ રોકડ આપ્યાનો નવો ખુલાસો કર્યો છે.

Top Stories India
Virat Kohli controversy પર ફ્લાહારી મહારાજનો ખુલાસો

India News :ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દ્વારા સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા જવાના મામલે વિવાદ (Virat Kohli controversy)વણસી રહ્યો છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ ફલાહારી મહારાજે આ મામલે વધુ એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. અગાઉ વિરાટ કોહલીની ટીમે પાંચ કરોડ રૂપિયા આપવાના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો, પરંતુ હવે ફ્લાહારી મહારાજે (Flahari Maharaj) દાવો કર્યો છે કે વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજ (Premanand Maharaj)ના દર્શન માટે બોલાવવા માટે આ રકમ ચૂકવવામાં આવી હતી.

virat-anushka

Virat Kohli controversy :2 કરોડ સેવાદારના ખાતામાંથી અને 3 કરોડ રોકડ ચૂકવાયા

ફ્લાહારી મહારાજે નવો ખુલાસો કરતા જણાવ્યું છે કે જ્યારે વિરાટ કોહલી પહેલીવાર આવ્યા હતા, ત્યારે 2 કરોડ રૂપિયા બાબાના સેવાદારના બેન્ક ખાતામાંથી આપવામાં આવ્યા હતા અને બાકીના 3 કરોડ રૂપિયા વિરાટ કોહલીના ઘરે રોકડમાં પહોંચાડવામાં આવ્યા હતા. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે બાદમાં વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજના સાચા ભક્ત બની ગયા હતા અને તેમણે આશ્રમને તેના કરતાં પણ અનેક ગણા વધુ પૈસા પરત કરી દીધા હતા.

permanand maharaj

ટ્રસ્ટના ખાતાની તપાસ કરાવવાની માંગ

વિરાટ કોહલીની ટીમે (Virat Kohli’s team)આ તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. આના જવાબમાં ફ્લાહારી મહારાજે પડકાર ફેંકતા કહ્યું છે કે જો આ વાત ખોટી હોય તો ટ્રસ્ટ સાથે જોડાયેલા બેન્ક ખાતાઓની સત્તાવાર તપાસ કરાવી લેવી જોઈએ, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. તેમણે એમ પણ કહ્યું કે જરૂર પડે તો આ મામલે સીબીઆઈ (CBI) તપાસ પણ કરાવી શકાય છે, કારણ કે જો કોઈ નાણાકીય લેવડ-દેવડ થઈ જ નથી તો તપાસથી ડરવાની કોઈ જરૂર નથી.


આ પણ વાંચો: ‘₹5 કરોડ લઈને પ્રેમાનંદ મહારાજને મળ્યા?’ વિરાટ કોહલીનો જવાબ

આ પણ વાંચો: વિરાટ કોહલી બોલિવૂડમાં એન્ટ્રી કરશે? રાહુલ દ્રવિડે આપ્યો મોટો હિન્ટ

આ પણ વાંચો: વિરાટ કોહલીનો 2027 વર્લ્ડ કપ અંગે મોટો ખુલાસો, કહ્યું- આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે